ચંદીગઢમાં રાજભવન ખાતે શપથવિધિ યોજાયો પંજાબના મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દરની તાજપોશી કરાઈ

C7CcT35UwAE81kP

પંજાબમાં મુખ્યમંત્રી તરીકે આજે અમરિન્દરિંસહની તાજપોશી કરવામાં આવી હતી. પંજાબના રાજ્યપાલ વી.પી. સિંહે હોદ્દા અને ગુપ્તતાના શપથ અમરિન્દરિંસહને લેવડાવ્યા હતા. રાજ ભવન ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં તમામ અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. ૭૫ વર્ષીય અમરિન્દરિંસહ બીજી વખત પંજાબના મુખ્યમંત્રી બન્યા છે. અગાઉ તેઓ વર્ષ ર૦૦રથી ર૦૦૭ના ગાળા દરમ્યાન પંજાબના મુખ્યમંત્રી તરીકે રહૃાા હતા. શપથવિધિ કાર્યક્રમમાં કોંગ્રેસના તમામ નેતાઓ ઉપસ્થિત રહૃાા હતા. નવજોત સિદ્ધુએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. પંજાબમાં કોંગ્રેસની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં નવજોત સિદ્ધુ  ભાવનાશીલ બની ગયો હતો. પંજાબના મંત્રી પદના શપથ લીધા બાદ કેપ્ટન અમરિન્દરિંસહના ચરણ સ્પર્શ કર્યા હતા. જ્યારે અમરિન્દરિંસહના શપથ બાદ તરત જ સિદ્ધુને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. પૂર્વ ક્રિકેટર તથા ભાજપ છોડીને કોંગ્રેસમાં શામેલ થયેલા નવજોત સિદ્ધુએ શપથ લીધા બાદ અટકળોનો દોર રહૃાો હતો. સિદ્ધુ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા. સિદ્ધુ પોતે અમૃતસર ઈસ્ટમાંથી ૪ર હજારથી વધુ મતે ચૂંટાઈ આવ્યા હતા. સિદ્ધુ ર૦૦૪ અને ર૦૦૭ પેટા ચૂંટણીમાં તથા ર૦૦૯ની ચૂંટણીમાં અમૃતસર બેઠક પરથી ભાજપના સાંસદ બન્યા હતા. એપ્રિલ ર૦૧૬માં ભાજપ સરકારે તેમને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. મોડેથી પંજાબ ચૂંટણીથી પહેલા સિદ્ધુ ભાજપ છોડીને કોગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. પંજાબમાં વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી લીધા બાદ અમરિન્દરિંસહની હવે પંજાબના મુખ્યમંત્રી તરીકે ઈનીંગ્સ શરૂ થઈ છે. શપથવિધિ કાર્યક્રમમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનિંસહ અને કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા. અમરિન્દરિંસહના શપથવિધી કાર્યક્રમમાં રાજ બબ્બર, નવજોત સિદ્ધુ અને નવજોત કૌર પણ પહોંચ્યા હતા. સવારમાં શપથવિધી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ હાલમાં પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરીને સત્તામાં લાંબા સમય બાદ વાપસી કરી લેવામાં સફળતા મેળવી હતી. સત્તા વિરોધી લહેર વચ્ચે કોંગ્રેસને સીધો ફાયદો થઈ ગયો હતો. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ૭૭ બેઠકો જીતીને જોરદાર સપાટો બોલાવી દીધો  હતો. જ્યારે શિરોમણી અકાલીદળ-ભાજપ ગઠબંધનને ૧૮ બેઠકો મળી હતી. પરિણામો જાહેર કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ ખુશી વ્યક્ત કરી હતી.  છેલ્લા ઘણા સમયથી પંજાબમાં અકાલીદળને લઈને લોકોમાં ભારે નારાજગી હતી. જેની કિંમત અકાલીદળને ચૂકવી પડી હતી.  પંજાબમાં ૧૧૭ વિધાનસભા બેઠકો છે જે પૈકી પરિણામ જાહેર થઇ ગયા બાદ કોંગ્રેસ પાર્ટીને રાહત થઇ હતી.

અમરિન્દરિંસહ એક વખતે કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારીમાં હતા પરંતુ છેલ્લી ઘણીએ તેઓ માની ગયા હતા અને તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.  આ ઉપરાંત અમરિન્દરિંસહે પોતે તમામ તાકાત લગાવી હતી. સાથે સાથે નવજોત સિદ્ધુએ પણ આક્રમક ચૂંટણી પ્રચાર કર્યો હતો. ભાજપ સાથે છેડો ફાડીને નવજોત સિદ્ધુ કોંગ્રેસમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી સાથે પણ સિદ્ધુની લાંબી વાત થઈ હતી પરંતુ છેલ્લે કોંગ્રેસમાં સામેલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *