ઘર ગયું ને ઓસરી પણ ન રહી

house

રશિયાના ઝોવાડ નામના ગામમાં વલેરિયા નામની મહિલા અને તેનો પતિ આજકાલ ચર્ચામાં છે. વલેરિયાનો પરિવાર છૂટક મજૂરી કરીને પેટીયું રળવા નજીકમાં આવેલા નિઝની નોવગોરોડ શહેરમાં ગયો હતો. જો કે એક મહિના પછી જ્યારે પરિવાર વતન પાછો ફર્યો તો તેમને જબરો આંચકો મળ્યો. તેમનું ઘર જ્યાં હતું એ અડધોઅડધ તોડી પડાયું હતું. તેમની ઘરવખરી રોડની એક સાઇડ પર રખડતી પડી હતી. આ પરિવારજનોનું કહેવું છે કે તેમના ઘરે તોડીને અહીં રસ્તો બનાવવામાં આવવાનો છે એવી ઊડતી વાતો પણ તેમને કદી સાંભળી નહોતી. કયારે આ પ્લાન પાસ થયો અને અમલી બની ગયો એ નવાઇ પમાડનારી વાત છે. હવે લેરિયા અને તેનો હસબન્ડ સ્થાનિક ઓથોરિટી સામે ભીડી ગયાં છે. તેમણે જ્યાં તેમનું ઘર હતું ત્યાં રસ્તા પર લાકડાની આડશો મૂકી દીધી છે અને રોડના ખૂણે જે સ્પોટ પર તેમનું ઘર હતું ત્યાં તંબુ બાંધીને એમાં જ રહેવાનું શરુ કરી દીધું છે. કોઇપણ ભોગે રસ્તો અને તંબુ છોડીને જવા તૈયાર નથી. તેમની સાથે થયેલા આવા અન્યાય માટે તેમણે કોર્ટમાં ૩.૯ મિલિયન રૂબલ એટલે કે લગભગ ૪૦ લાખ રૂપિયાનું વળતર માગ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *