ઘરઆંગણે શ્રેણી હારથી અમને ઘણું શીખવા મળ્યું…: પોથાસ

22

શ્રીલંકાના મુખ્ય કોચ નિક પોથાસે કહ્યું હતું કે ભારત સામેની છેલ્લી શ્રેણીમાં થયેલા રકાસમાં તેમના ખેલાડીઓને થોડા પાઠ શીખવા મળ્યા હતા અને તેમની ટીમ આયોજક રાષ્ટ્ર સામે રમવામાં કોઈ ગભરાટ ન અનુભવશે, કારણ કે શ્રીલંકન ખેલાડીઓ હવે ક્રિકેટ સાંસ્કૃતિ અને શિસ્તથી બંધાયેલા છે. પોથાસે શ્રીલંકન ટીમને ભારતની તાકાત પર જ વિચાર કરતા રહેવાને બદલે પોતાના ગેમ-પ્લાન પર એકાગ્રતા રાખવાની સલાહ આપી છે.ભારતે ગયા જુલાઈ-સપ્ટેમ્બર સુધી ખેડેલા પ્રવાસમાં આયોજક શ્રીલંકાની ટીમને ત્રણ ટેસ્ટ, પાંચ વન-ડે ઈન્ટરનેશનલ અને એક ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ મળી, કુલ નવ મેચમાં સતત પરાજિત કરી તેનો સંપૂર્ણ રકાસ કર્યો હતો.દક્ષિણ આફ્રિકાના પોથાસે કહ્યું હતું કે ભારત ખાતેના પ્રવાસમાં તેની પ્રબળ ટીમ સામે રમવામાં મોટો પડકાર રહેતો હોય છે. ભારત સામેના નિરાશાજનક દેખાવ પછી શ્રીલંકાની ટીમે તેના દેખાવમાં સુધારો કરતા સંયુક્ત આરબ અમિરાતમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલ ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી. હવે અમને ખબર પડી છે કે ભારતીય ટીમ કેવી રીતે સારો દેખાવ કરે છે અને અમારે કેટલો સુધારો કરવાનો રહે છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું. કેપ્ટન ચંદીમલે કહ્યું હતું કે શ્રીલંકાની ટીમે રવિચંદ્રન અશ્ર્વિન અને રવીન્દ્ર જાડેજા જેવા વિશ્ર્વના ટોચના સ્પિનરો સામે રમવા માટે અમુક વ્યૂહરચના ઘડી છે, પણ તેણે તે માટે કોઈ છણાવટ કરી ન હતી. શ્રીલંકાની ટીમ ૧૯૮૨થી ભારતમાં સત્તાવાર ટેસ્ટ મેચો રમવા પ્રવાસ ખેડી રહી છે, પણ તેણે હજી સુધી ભારતમાં એકેય ટેસ્ટ જીતી નથી. દરમિયાન ભારતની ટીમ હાલ આરામ ફરમાવી રહી છે અને કલકત્તા ખાતે ૧૬મી એ પ્રથમ ટેસ્ટ મેચ રમવા જય રહી છે ત્યારે આ મેચમાં ભારત શું બદલાવ લાવે છે તે જોવાનું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *