ગ્રાહકોની લોન પાસ કરાવી પાર્થ મોટર્સ સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ

ગ્રાહકોની લોન પાસ કરાવડાવી છ જેટલા ઈસમોએ એકબીજાની મિલીભગતથી ૪૬ જેટલા ગ્રાહકોના દાહોદની પાર્થ મોટર્સમાં ભરેલા ૪૬ ગ્રાહકોના કુલ રૂપિયા ૮,૪૫,૮૪૫/-ના ચેક પાર્થ મોટર્સ પાસેથી લઈ શ્રીરામ ફાઈનાન્સમાં જમા નહીં કરાવી પાર્થ મોટર્સ સાથે વિશ્ર્વાસઘાત, ઠગાઈ કર્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ, મણીનગર, ભૈરવનાથ રોડ, શ્યામ-શિવમ્ રેવન્યુમાં રહેતા અશોકભાઈ ઘોરાવત, અમદાવાદ, વસ્ત્રાલ, તક્ષશીલ સ્કૂલ રોડ, કર્ણાવતી બંગલોમાં રહેતા બિમલભાઈ મારુ, સાબરમતી ન્યુ રેલ્વે  કોલોની, સંગરીલા કો.ઓપરેટિવ સોસાયટી, સર્વોત્તમનગરમાં રહેતા મિતેશભાઈ હરિશ્ર્ચંદ્ર વાણી, ભરતભાઈ મદનજી ત્રિવેદી, ભાવેશભાઈ રામી તથા યાજ્ઞિક મણીલાલ રાઠોડ વગેરે એકબીજાની મીલીભગતથી ૪૬ જેટલા ગ્રાહકોની ગાડીઓની લોન પાસ કરાવડાવી હતી અને તેઓએ દાહોદ-ઈન્દોર હાઈ-વે રોડ પર આવેલ પાર્થ મોટર્સમાં રૂપિયા ભરાવ્યા હતા અને આ ૪૬ ગ્રાહકોના ભરેલા રૂપિયાના ચેક ગ્રાહકોના શ્રીરામ ફાઈનાન્સમાં ગ્રાહકોના ખાતામાં જમા કરાવવા પાર્થ મોટર્સમાં નોકરી કરતાં દાહોદના રોશનભાઈ ઘનશ્યામભાઈ પરમારે ઉપરોક્ત છ જણાને ગત તા. ૧-૭-ર૦૧૭ના રોજ આપ્યાં હતાં. આ વાતને દસેક દિવસ થયા છતાં ઉપરોક્ત છ જણાએ ૪૬ ગ્રાહકોના રૂપિયા ૮,૪૫,૮૪૫/-ની કુલ કિંમતના ચેકો જમા નહીં કરાવી પાર્થ મોટર્સ સાથે વિશ્ર્વાસઘાત, ઠગાઈ કરી પૈસા બારોબાર ચાંઉ કરી ગયા હતા.

આ સંબંધે દાહોદની પાર્થ મોટર્સમાં નોકરી કરતાં અને દાહોદ, મંડાવાવ રોડ, જલારામ મંદિર પાસે રહેતા રોેશનભાઈ ઘનશ્યામભાઈ પરમારે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે વિશ્ર્વાસઘાત, ઠગાઈનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *