ગોવાહાટી પહોંચેલી બંન્ને ટીમોનું ભવ્ય સ્વાગત કરાયું

323388-india-foot-team700

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની સીરીજની બીજી ટવેન્ટી ર૦ મેચ ૧૦ ઓકટોબરે ગોવાહાટીમાં રમાનાર છે. ગોવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં પહેલીવાર આંતરરાષ્ટ્રીય  ટી ટવેન્ટી મેચ રમનાર છે બંન્ને ટીમો ગઇકાલે સાંજે ગોવાહાટી પહોંચી હતી આ દરમિયાન તેનું સ્વાગત પારંપારિક અંદાજમાં કરવામાં આવ્યુ હતું. બંન્ને ટીમોના ખેલાડીઓને જાપી(એક પ્રકારની ટોપી) પહેરાવવામાં આવી હતી. આસામમાં જાપી પહેરવાનો રિવાજ છે.

બંન્ને ટીમોની ઝલક જોવા માટે હજારો ક્રિકેટ  પ્રશંસકો વિમાની મથકે પહોંચી  ગયા હતાં શહેરમાં સાત વર્ષ બાદ  પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચ થવા જઇ રહી છે.

અહીં અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ર૮ નવેમ્બર ર૦૧૦ના રોજ થઇ ગતી જયારે ભારતે ન્યુઝીલેન્ડને વનડેમાં ૪૦ રને પરાજય આપ્યો હતો.

બારપસાપારા સ્ટેડિયમ પર મેચ થનાર છે જેની ક્ષમતા ૩૭૦૦૦ છે મેચની ટીકીટો  પહેલા જ વેચાઇ ગઇ છે અને હજુ પણ તેની માંગ છે. મેચ પહેલા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સ્ટેડિયમનું ઔપચારિક ઉદ્ધાટન કરશે જેમાં રાજયપાલ જગદીશ મુખી સહિત અનેક અગ્રણીઓ પણ હાજર રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *