ગૃહરાજ્યમંત્રીએ રાજ્યના ચારેય પોલીસ કમિશ્ર્નરો સાથે કરી મીટીંગ

m1

ગુજરાત રાજયના મેટ્રોસીટી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ટ્રાફીક સમસ્યા સળગતો પ્રશ્ર્ન છે. ત્યારે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ નજીક ટ્રાફીક જામ મુદે હાઇકોર્ટે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસની ઝાટકણી કાઢતા રાજયના સીએમ રૂપાણીએ ગૃહમંત્રીને ત્વરીત આદેશ કરતા રાજયના ગૃહમંત્રીએ ગાંધીનગર ખાતે અમદાવાદ, વડોદરા સુરત રાજકોટ પોલીસ કમિશ્નરની તાકીદે મીટીંગ ગોઠવી લો એન્ડ ઓર્ડર અને ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર રાજયના મુખ્ય પોલીસ કમિશ્નર રેટ એરીયા હેઠળ આવતા મેગા સીટી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વકરતી ટ્રાફીક સમસ્યા માથાનો દુ:ખાવો બની ચુકી છે.
તેવા સંજોગોમાં તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ નજીક ટ્રાફીક જામ મુદે હાઇકોર્ટે અમદાવાદ પોલીસ અને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ કરતા રાજય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજયના ચારેય કમિશ્નર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટને તાકીદે તેડુ મોકલી ગાંધીનગર દોડાવ્યા હતા. ગૃહમંત્રીના આદેશના પગલે અમદાવાદ સીપી એ.કે.સીંગ, વડોદરા સીપી મનોજ શશીધર, સુરત સીપી સતીષ શર્મા તેમજ રાજકોટ સીપી અનુમસિંહ ગેહલોત સાથે ગાંધીનગર ખાતે મીટીંગ યોજી ગૃહમંત્રીએ રાજયમાં ટ્રાફીક સમસ્યાના કાયમી નિરાકરણ અને રાજયમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ અંગે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *