ગુલ પનાગને નંબર ગેમમાં વિશ્ર્વાસ નથી

gp copy

બોલિવુડમાં ઘણો સમય થયો હોવા છતાં હજુ સુધી લોપ સાબિત થયેલી અને ટોપ સ્ટાર તરીકે નહીં ઉભરેલી અભિનેત્રી ગુલ પનાગે કહૃાુ છે કે તે નંબર ગેમમાં બિલકુલ વિશ્ર્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં આડેધડ ફિલ્મો કરવા માટે પણ ઉત્સુક રહી નથી. જેથી તેની પાસે ઓછી ફિલ્મો આવી છે. ડોર, ધુપ, મનોરમા સિક્સ ફિટ અંડર, હેલ્લો અને અબ તક છપ્પન જેવી શાનદાર ફિલ્મોમાં પોતાની એર્િંક્ટગ કુશળતાના કારણે ભારે લોકપ્રિયતા મેળવી લેનાર ગુલ પનાગે કહૃાુ છે કે તે બોલિવુડ ફિલ્મોને લઇને આશાવાદી છે. તમામ લોકો જાણે છે કે વર્ષ ર૦૦૩માં ધુપ ફિલ્મ સાથે ગુલ પનાગે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદથી તે ખુબ ઓછી ફિલ્મોમાં નજરે પડી છે. તે એવી જ ફિલ્મમાં નજરે પડી છે જેમાં તેની ભૂમિકા વધારે રહી છે. તેનુ કહેવુ છે કે તે કયાં પ્રકારની ફિલ્મો કરવા માંગે છે તેને લઇને તે બિલકુલ સ્પષ્ટ છે. તેનુ કહેવુ છે કે તે ભવિષ્યમાં પણ સારી પટકથાવાળી ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. ગુલ પનાગે કહૃાુ છે કે બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓની અને સ્ટાર બાળકોની એન્ટ્રી થઇ રહી છે જેથી કોઇ પણ કલાકાર માટે ટકી રહેવાની બાબત સરળ નથી. ગુલ પનાગે વિગતે આપતા કહૃાુ છે કે તે ભવિષ્યમાં મહિલા પ્રધાન ફિલ્મો કરવાની યોજના ધરાવે છે. બોલિવુડમાં હાલના સમયમાં ટોપ અભિનેત્રીઓની ફિલ્મો પણ સુપરહિટ સાબિત થઇ રહી નથી. ગુલ પનાગે કહૃાુ છે કે તે ફિલ્મની પટકથાને ધ્યાનમાં લઇને ફિલ્મ કરવા અંગે નિર્ણય કરે છે. ગુલ પનાગે અન્ય તેની સાથે રહેલી કોઇ અભિનેત્રીની કોઇ વાત કરી નથી. તેનુ કહેવુ છે કે તે પોતાની ઇચ્છાથી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર થાય છે. ખાસ પ્રકારની ફિલ્મો સુઘી મર્યાદિત રહેવાની કોઇ યોજના હોવાનો પણ ઇન્કાર કર્યો છે. તેની પાસે હાલ કેટલીક ફિલ્મો હાથમાં રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *