ગુજરાત સહિતના દરીયાઈ સીમામાં સુરક્ષાનાં પાઠ હવે FBI શિખવશે

lbz-bungalow-sold-for-whopping-rs-477-crore

ગુજરાતની દરીયાઈ સરહદ ખાસ કરીને કચ્છના હરામીનાળા આસપાસનાં ક્ષેત્રોમાં અવારનવાર પાક ઘુસણખોર બોટ ઝડપાય છે આ સરહદેથી પાક ઘુસણખોરો આવતા હોવાથી એલર્ટ અપાય છે. ગઈકાલે જ જેનો વધુ એક ચુકાદો અપાશે તે મુંબઈ બ્લાસ્ટ કેસમાં જે આરડીએકસ તથા શસ્ત્રોનાં ઉપયોગ થયા હતા તે ગુજરાતના પોરબંદર નજીકનાં ગોસાબારામાં લેન્ડ થયા હતા. આમ ગુજરાતનો દરીયા કિનારો તથા કચ્છની સરહદ નજીક્થી નજીક જ હોવાથી તે અત્યંત સંવેદનશીલ બની રહી છે અને તેની ગંભીરતા જોતાં ગૃહ મંત્રાલયે ગુજરાતનાં કોસ્ટગાર્ડ તથા પોલીસ સહીતની સિકયોરીટી એજન્સીઓને આ પ્રકારની ઘુસણખોરી સામે આગોતરી સલામતી માટે અમેરીકાની ફેઠરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (એફબીઆઈ) તાલીમ આપશે.

ગુજરાતનાં ત્રણ સહીત દેશના ૨૫ ટોચના આઈપીએસ અધિકારીઓને એફબીઆઈ દ્વારા ૨૦ દિવસ સુધી દરીયાઈ ક્ષેત્રમાં ત્રાસવાદ સહીતની ઘુસણખોરી સામે કેમ કામ લેવું તેની ટેકનીકલ સહીતની તાલીમ આપશે. અને તા.૧૧ થી શરૂ થનારી આ ડીલમાં લાઈવ પ્રેઝન્ટેશન પણ હશે. આ ઉપરાંત આ પ્રકારની કવાયતમાં માછીમારોને પણ સાંકળી લેવાશે.

જયારે સલામતી એજન્સીને સારા ઈનપુટ મળી શકે છે.  પોરબંદરથી હાલમાં જ એક નાર્કોટીક ક્ધસાઈનમેન્ટ પણ ઝડપાયું હતું તો અગાઉ ૨૦૧૫ માં કોસ્ટગાર્ડે એક પાક જહાજને ઉડાવી દીધુ તે રહ્સ્ય હજી યથાવત છે. ૨૬-૧૧ ના મુંબઈ પરનાં હુમલાખોરો પણ દરીયાઈ માર્ગે જ અને તે પણ સૌરાષ્ટ્રનાં માર્ગે થઈને મુંબઈ પહોંચ્યા હતા અને મચ્છીમારી જહાજ કુબેરનું અપહરણ કરીને તેના મારફત છેક મુંબઈ સુધી પહોંચી ગયા હતા હાલ ગુજરાતમાં મેરીટાઈમ સિકયોરીટીની જવાબદારી આઈપીએસ અધિકારી નિરવ ગોટરૂ બજાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *