ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટી સફળતા નગરનિગમ પેટા ચૂંટણીમાં ભાજપે ૭ પૈકી પાંચમાં ભવ્ય જીત મેળવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આજે ભાજપને મોટી રાહત મળી ગઈ હતી. પાર્ટીએ રાજ્યમાં સાત નગરનિગમમાં થયેલી પેટા ચૂંટણીમાં પાંચમાં શાનદાર જીત હાસલ કરી લીધી છે. પાર્ટીએ એક તાલુકા પંચાયતમાં પણ સફળતા હાંસલ કરી છે. આ પહેલા આ આઠમાંથી માત્ર બે સીટો જ ભાજપ પાસે હતી. પેટાચૂંટણીમાં જ્યાં ભાજપને ત્રણ ગણો ફાયદો થયો છે. બીજી બાજુ વિધાનસભા ચૂંટણી પહેલા જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહેલી કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રસની સીટો પહેલા કરતા અડધી થઇ છે. ભાજપે બોરીઆવી (આણંદ), મહુધા (ખેડા), વિજાપુરા (મહેસાણા), પાટણ અને તલાલ (ગીરસોમનાથ) નગર નિગમોમાં શાનદાર જીત હાસલ કરી છે. મ્યુનિસિપલ પેટા ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો છે. પાર્ટીને રાંધેજા તાલુકામાં પણ સફળતા મળી છે. રાજકીય નિષ્ણાતો માની રહૃાા છે કે, નગરનિગમમાં મળેલી શાનદાર જીત ભાજપ માટે વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગી સાબિત થશે. ગુજરાતમાં રાજકીય માહોલ ગરમ છે. છેલ્લા ૧૫ દિવસમાં બીજી વખત ગુજરાતમાં રાહુલ ગાંધી આક્રમક પ્રચાર કરી રહૃાા છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલમાં જ રાજ્યના પ્રવાસમાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *