ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા અહમદ પટેલને અલગ અલગ મળી ભરતિંસહ-શંકરસિંહે કરી વિસ્તૃત ચર્ચા

l4

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને બે દિવસ પહેલા કોંગ્રેસના ૩૮ જેટલા ધારાસભ્યોની મળેલી બેઠકમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલાને જાહેર કરવાની થયેલી માંગ અને બેઠકમાં ઉપસ્થિતિ એઆઈસીસીના મહામંત્રી ગુજરાતની પ્રભારી ગુરુદાસ કામત સમક્ષ આ અંગે ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ ગુજરાત કોંગ્રેસમાં ગરમાયેલા રાજકારણના દિલ્હી સુધી પડઘા પડ્યા છે.
ગુજરાત કોંગ્રેસના ૧૮ જેટલા ધારાસભ્યોને ભાજપમાં આવતા ભાજપના નેતાઓ દ્વારા લાલચો આપવામાં આવી રહી હોવાની શંકરસિંહ વાઘેલાએ પ્રભારી ગુરુદાસ કામતને કરેલી રજૂઆતના પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહમદ પટેલ ગુજરાત આવ્યા છે અને તેમના વતન અંકલેશ્ર્વર ખાતે રોકાઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓને મળીને ગુજરાતમાં પ્રવર્તતી રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના કેટલાક આગેવાનો મંગળવારે અંકલેશ્ર્વર જઈને અહમદ પટેલને મળ્યા હતાં અને વિધાનસભાની આગામી ચૂંટણી સંદર્ભે ગુજરાત કોંગ્રેસમાં પ્રવર્તતી સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ગઈક્ાલે બુધવારેપ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી કેટલાક ધારાસભ્યો સાથે ભરૂચ જઈ અહમદ પટેલને મળ્યા હતાં. અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં વાઘેલાને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવા ઉઠેલી માંગને લઈને ચર્ચા કરી હતી.
આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ અંકલેશ્ર્વર અહમદ પટેલને મળ્યા હતાં. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસ છોડીને ભાજપમાં લઈ જવાની ચાલી રહેલી હિલચાલ અંગે વાઘેલાએ અહમદભાઈને વાકેફ કર્યા હતાં. અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડી સત્તાસ્થાને લાવવા બાબતે બંને નેતાઓ વચ્ચે લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *