ગુજરાતી ફિલ્મ ‘વિટામીન-શી’નું ટ્રેલર લોન્ચ કર્યું

pg

એકટીંગ કરવી મારા માટે પડકારરૂપ હતી તેમ જાણીતા આર.જે. ધ્વયનીતે જણાવ્યું હતું.
આજે પ્રથમવાર સિનેમા હોલમાં તક્ષશીલા પ્રેાડકશનની ગુજરાતી ફિલ્મ ‘વિટામીન-શી’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું તે પ્રસંગે પ્રોડયુસર સંજય રાવલ, આશિષ કકકડ, તુષાર શુકલ તેમજ ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રથમવાર, આ ગુજરાતી ફિલ્મમાં એકટીંગ કરનારા આર.જે. ધ્વનીતે કહ્યું હતું કે, અવાજથી એકટીંગ કરી હતી પરંતુ પ્રથમવાર મોં ઉપરની એકટીંગ કરી રહ્યો હતો. ઘણા બધા પડકાર મારી સામે હતા મારે ‘આરજે’ની ઈમેજ તોડવી છે તેના માટે એકટીંગ કરીને પ્રયાસ કર્યો છે હું ગુજરાતી ફિલ્મોમાં જ એકટીંગ કરીશ. રેડિયો પછી એક નવો અનુભવ મને મળ્યો હતો.
કેમેરા સામે આવવાનો મને ડર હતો પરંતુ ધીમે ધીમે તે સંભાળી લીધું હતું. ડાન્સ- એકટીંગ બધું જ કર્યું હતું. ગીતો અગાઉ મેં ગાયેલા છે તેથી તેમાં વાંધો ન આવ્યો હતો. કલાકારોમાં મોટાભાગે રેડિયોમાં કામ કરી ચુકેલા હતાં.
આ ફિલ્મમાં ભકિત કુંબાવત, પ્રેમ ગઢવી અને સ્મિત પંડ્યા પણ અભિનય કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *