ગુજરાતમાં વધુ ૪૬ કેસ સપાટીએ આવ્યા કિલર સ્વાઈન લુથી વધુ બેના થયા મોત

ગુજરાતભરમાં સ્વાઈન લુ અથવા તો એચ૧એન૧ના કારણે વધુ બે લોકોના મોત થયા છે. આની સાથે જ સ્વાઇન લુના કારણે આ વર્ષે મોતનો આંકડો વધીને ૪ર૦ સુધી પહોંચી ગયો છે જ્યારે જાન્યુઆરીથી લઇને સપ્ટેમ્બર સુધી સ્વાઈન લુના કુલ કેસોની સંખ્યા ૭૧૦ર નોંધાઈ ગઈ છે. છેલ્લા ત્રણ સપ્તાહની સરખામણીમાં હવે સાપ્તાહિક આધાર પર કેસોમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. ર૦૦૯ બાદથી મોતનો આંકડો ૧૭૫૫ સુધી પહોંચ્યો છે. સ્વાઈન લુને રોકવા માટે તમામ પગલા લેવાઈ રહૃાા હોવા છતાં મોતનો આંકડો અવિરતરીતે વધી રહૃાો છે. હજુ પણ ઘણા લોકો સ્વાઈન લુની સારવાર લઇ રહૃાા છે જ્યારે કેટલાક લોકો ઓક્સિજન પર અને કેટલાક લોકો બાયપેપ ઉપર છે. હજુ પણ અનેક દર્દિ વેન્ટીલેટર પરહોવાની વિગત સપાટી ઉપર આવી ચુકી છે. સ્વાઈન લુના કારણે ગુજરાતમાં વધુ ર લોકોના મોત થયા છે.

અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક છે. એકંદરે જુદા જુદા ભાગોમાં સ્વાઈન લુથી મોટી સંખ્યામાં લોકો ગ્રસ્ત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *