ગુજરાતનો વિકાસ એ ભારતનું રોલ મોડલ છે:મુખ્યમંત્રી

ABP-Asmita Maha Samvad (8)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, અમારી સરકારનો વિકાસ સિવાય બીજો કોઇ એજન્ડા નથી, સરકારની પ્રમાણિકતા અને ઇમાનદારીના કારણે ગુજરાતની જનતા અમારી સાથે છે અને રહેવાની છે.

ગુજરાતી એબીપી અસ્મિતા આયોજિત  અસ્મિતા મહાસંવાદમાં મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ એ ભારતનું રોલ મોડેલ છે. જે ભારતની જનતાએ સ્વીકાર્યો છે. કે, છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ મંત્રથી ભારતની છબી વિશ્વભરમાં બદલાઇ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અગાઉ વોટબેંકની, જ્ઞાતિ-જાતિની રાજનીતિ હતી પરંતુ ર૦૦૧માં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ અહીં આવ્યા ત્યારથી વિકાસની રાજનીતિનો પ્રારંભ થયો છે અને છેલ્લા પંદર વર્ષથી ગુજરાતમાં જે વિકાસ થયો છે તે જોઇને વિરોધીઓ ભડક્યા છે.

તેઓએ જણાવ્યું કે, અમારી સરકારના સકારાત્મક અભિગમને લઇ દરેક સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે. જીએસટી સંદર્ભે મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, આ સરકાર પ્રજાની સરકાર હોઇ જે રજૂઆતો આવી તે અંતર્ગત ફેરફાર પણ કર્યા છે.  જીએસટી કાઉન્સીલમાં દરેક રાજ્યોની સંમતિથી જ નિર્ણયો લેવાય છે ત્યારે આખા દેશમાં ‘વન ટેક્ષ, વન નેશનના જીએસટી ના પ્રધાનમંત્રીના નિર્ણયને સૌએ સહકાર આપ્યો છે.

રાજ્યમાં ચાલી રહેલા વિવિધ આંદોલન સંદર્ભે મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, કાયદાને આધીન સકારાત્મક અભિગમથી પૂરતા પ્રયાસો આ સરકારે કર્યા છે.

નોટબંધી અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશમાં કાળુ નાણું અટકાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હિંમતભર્યો નિર્ણય છે. આ પગલાંથી દેશને સ્વચ્છ ઇકોનોમી તરફ લઇ જવાનો પ્રયાસ છે જેને દેશની જનતાએ વ્યાપકપણે આવકાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *