ગુજરાતનું ગૌરવ એશિયન ગેમ્સમાં ડાંગની યુવતીએ જીત્યો ગોલ્ડમેડલ

ડાંગની યુવતી સરિતા ગાયકવાડે ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ તેણે ૪૦૦ મીટર રીલે દોડમાં મેળવ્યો છે. સરિતાની આ જીતથી તેના પરિવાર અને ડાંગમાં ગર્વની લાગણી છવાઈ ગઈ છે. ૪૦૦ મીટર રીલે દોડ માત્ર ૫૮.૮ સેક્ધડમાં પુર્ણ કરી ગોલ્ડ મેડળ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શારદા ફાઉન્ડેશને સરિતાને દતક લઈ તેનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો. પિતા ખેત મજૂર અને એક નાની બહેન ઘરકામ મદદરૂપ બનતી આ પરિવારની દીકરી સરિતાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને સમાજની સાથે સાથે જોડાયેલા તમામનું નામ રોશન કર્યું છે. કોલેજમાં પ્રવેશ બાદ સરિતાએ યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ વર્ષમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેથી તે સ્ટેટ લેવલે સિલેક્ટ થઈ હતી. ત્યારબાદ કર્ણાટકમાં ઓલ ઈન્ડિયા વિમેન્સ એથ્લેટિક્સમાં બીજા ક્રમે આવી હતી. જેથી સરિતાનું નેશનલ એથ્લેટિક એકેડમી લુધિયાણા-પંજાબમાં એડમિશન થયું હતું. અને નેશનલ પ્લેયર બની હતી. ત્યારબાદ સરિતાએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ લેવલે ત્રણ મેડલ જીત્યા છે. હજી ૧૦૦ અને ૪૦૦ મીટરની સ્પર્ધા બાકી છે જેમાં પણ સરિતા ગોલ્ડ મેડલ લઈ આવશે તેવી આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *