ગુજરાતની જનતા ભાજપથી નારાજ છે:રાહુલ

DQRh__HWAAAS-IR

અંજાર ખાતે જાહેરસભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પુરા જોશથી ચૂંટણી લડી રહી છે ગુજરાતની જનતા હવે ભાજપથી થાકી છે મને ગુજરાતમાંથી વધુ શીખવા મળ્યું છે.
આજે ત્રણ દિવસના ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવ્યા હતાં જો કે, ઓખી વાવાઝોડાના કારણે અંજારની સભા કર્યા બાદ બીજા કાર્યક્રમો રદ કરી તેઓ દિલ્હી પરત ફર્યા હતાં. તેઓનું કચ્છી પાઘડી અને શાલ પહેરાવી પરંપરા મુજબ સ્વાગત કરાયું હતું.
તેઓએ કહ્યું હતું કે, આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ કે પીએમ મોદી અને રાહુલ ગાંધી વચ્ચેની નથી. આ ચૂંટણી ગુજરાતની જનતા અને પીએમ મોદી વચ્ચેની છે. મેં ગઈકાલનું પીએમ મોદીનું ભાષણ સાંભળ્યું. જેમાં તેમણે ગુજરાત વિશે વાત જ નથી કરી. પીએમ મોદી તેમના ભાષણમાં ૬૦ ટકા વાત તો કોંગ્રેસની જ કરે છે. અમે ચૂંટણી ઢંઢેરો આપ્યો, ભાજપ પાસે ચૂંટઠણી ઢંઢેરો જ નથી. અમે જે ચૂંટણી ઢંઢેરો બનાવ્યો તે લોકેાની જરૂરિયાત વિશેનો છે. અમે તે પૂર્ણ કરવા સંકલ્પ પત્ર આપ્યો છે. અમે લોકોને પૂછીને જ આ તૈયાર કર્યો છે. આ ચૂંટણી ગુજરાતની જનતાના ભવિષ્ય અંગેની છે. આ લોકોને પૂછીને બનાવેલો લોકોનો સંકલ્પ પત્ર છે.
છેલ્લા ૨૨ વર્ષમાં શું થયું? છેલ્લા ૨૨ વર્ષની આપણે નર્મદાની વાતો સાંભળતા આવીએ છીએે. ૨૨ વર્ષથી નર્મદાની વાત થાય છે. આમ છતાં હજી પણ અનેક સ્થળે પીવાના પાણીના પ્રશ્ર્નો છે. ભાજપ કહે છે કે, અમે વીજળી આપી. તેમણે કેટલી સસ્તામાં વીજળી ખરીદી અને કેટલાં ઉંચા ભાવમાં આપે છે. લોકોની અનેક જરૂરિયાતને નજર અંદાજ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાત મોડેલ શું છે તે તમને જણાવું. હું થોડા સમય પહેલાં ન્યૂઝિલેન્ડ ગયો હતો. ત્યાં પ્રેઝન્ટેશનમાં મેં જાણ્યું કે તેઓ દુનિયાના લગભગ તમામ દેશોમાં દૂધ વેંચે છે. ભારતમાં નહિં. મેં તેને પૂછયું કે ભારતમાં કેમ નહિં. તો તેમણે કહ્યું કે, ગુજરાતમાં આણંદ કરીને એક જગ્યા છે. તેની અમે હરિફાઈ ન કરી શકીએ. આ છે ગુજરાત મોડેલ. ગુજરાત મોડલનો અર્થ ગુજરાતની મહિલાઓની, ખેડૂતોની શકિત, દિવસભર કામ કરતાં લોકોની શકિત. પીએમ મોદીનું ગુજરાત મોડેલ એટલે ૪૫૦૦૦ એકર જમીન ઉદ્યોગપતિને, ૩૫૦૦૦ ટાટા નેનોને.
ચૂંટણીનો સમય છે. ગુજરાતના ભવિષ્યની વાત છે. અમે તમને એ સારું ભવિષ્ય આપી શકીએ છીએ ગુજરાતની સરકાર બનાવીશું. તમને પૂછયા વગર, તમારી વાત સાંભળ્યા વગર કોંગ્રેસ પાર્ટીનો મુખ્યમંત્રી નિર્ણય નહીં લે, તમારી વચ્ચે આવીને તમારી વાત સાંભળીને સમજીને નિર્ણય લેશે. જીએસટી, નોટબંધી જેવા નિર્ણયો અમે નહીં લઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *