ગુજરાતના બહુચર્ચીત શોહરાબુદીન એન્કાઉન્ટર કેસ ફરી ચર્ચામાં જસ્ટીસ લોયાના અપમૃત્યુની તમામ ફાઈલ મંગાવતી સુપ્રીમ

loya-sohrabuddin-kauserbi-amit-shah

સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયમૂર્તિમાં વચ્ચેના આજે જાહેર થયેલા વિખવાદમાં એક કારણ ગુજરાતના બહુચર્ચીત શોહરાબુદીન એન્કાઉન્ટર કેસની સુનાવણી ચલાવી રહેલા મુંબઈની અદાલતના ન્યાયમૂર્તિ બ્રીજગોપાલ લોયાના અપમૃત્યુ પણ હોવાનું મનાય છે. જસ્ટીસ લોયાનું તા.૧ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ નાગપુરમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું અને બાદમાં એવી ચર્ચા જાગી હતી કે જસ્ટસ લોયાની હત્યા થઈ છે અને મુંબઈના એક પત્રકાર બી.આર.લોને તે મુદે અદાલતના દ્વાર ખટખટાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી થવાની હતી તે પુર્વે જ ચાર ચાર ન્યાયમૂર્તિઓના બળવો આવી પડયો હતો. આજે કેસ સુપ્રીમ કોર્ટ સાંભળે કે કેમ તે વિવાદ થયો હતો. સુપ્રીમ કોર્ટના સીનીયર ધારાશાસ્ત્રી દુષ્યંત દવે તથા ઈન્દીરા જયસિંઘે એવો મુદો ઉઠાવ્યો હતો કે હાલ આ કેસ મુંબઈ હાઈકોર્ટમાં પેન્ડીંગ છે તેથી સર્વોચ્ચ અદાલત તે કેસ હાલ સાંભળે નહી તે યોગ્ય છે પણ જજ અરુણ મિશ્રાએ તે પણ ફગાવતા કહ્યું કે તેઓ આ કેસ સાંભળશે બાદમાં જસ્ટીસ મિશ્રાએ મહારાષ્ટ્ર સરકારને આદેશ આપીને જસ્ટીસ લોયાના પોષ્ટમોર્ટમ રીપોર્ટ સહીત તમામ ફાઈલો સુપ્રીમમાં રજુ કરવા આદેશ આપ્યો છે. સોહરાબુદીન કેસ જાણીતો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *