ગાજર સમજીને કરોડોની કારને ચાવી ગયો ગધેડો !

donkeyb

મ્યુનીક: ગધેડાના કારણે તેના માલિકને લાખોનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. ગત વર્ષે એક વ્યક્તિએ પોતાની ઓરેન્જ કલરની મેકલરન ૬૫૦જ સ્પાઇડર સુપર કાર વેસ્ટ-સેન્ટ્રલ જર્મનીના એક નાના પાર્કમાં પાર્કિંગ કરી હતી. આ પછી ત્યાંનો પાલતૂ ગધેડો જેનું નામ વાઇટ્સ હતું તે ઘાસ ચરવા માટે પહોંચ્યો હતો. ફાઇટ્સ મેકલરન કારને ગાજર સમજી બેઠો અને તેને ખાવાની લાલચમાં કારને નુકસાન કરી બેઠો હતો. જ્યારે ૪૯ વર્ષનો માર્ક્સ પોતાની ગાડી પાસે પહોંચ્યો ત્યારે એ જોઇને દંગ રહી ગયો કે એક ભૂખ્યો ગધેડો તેની ૨ કરોડ અને ૩૮ લાખથી વધારે કિંમતની સ્પોર્ટ્સ કારને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ મામલે પોલીસનું કહેવું છે કે ગાડીના રંગના કારણે લગભગ આવું થયું છે. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે જર્મનીની કોર્ટે હુકમ આપ્યો કે ગધેડાનો માલિક કારના નુકસાન માટે આ સુપરકારના માલકને આશરે ૫૦૦૦ પાઉન્ડ એટલે કે ૪ લાખ ૩૭ હજાર રૂપિયા ચુકવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *