ગાંધીનગરના એનઆઈડીના આસિસ્ટન્ટ પ્રોફેસર ગૂમ

શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ગાંધીનગરની એનઆઈડીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ બજાવતા યુવાન ૧૭ દિવસથી લાપત્તા થઈ જતા દોડધામ મચી ગઈ હતી.
પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર શહેરના ચાંદખેડા વિસ્તારના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ તિવોલીમાં નલીન મની તેમની પત્ની મનીષાબહેન સાથે રહે છે અને ગાંધીનગરની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે.
ગત તા.૨૨ ઓકટોબરના રોજ રાત્રે નલીન મની સૂઈ ગયા હતા ત્યારબાદ સવારે ઘરમાં નજરે ન પડતા તેમના પત્ની ચોંકી ગયા હતાં દરમ્યાન તેઓનો કોલેજ જાઉ છું તેવો મેસેજ મળતા તેઓએ કોલેજ ગયા હોવાનું માની લીધું હતું.
દરમ્યાનમાં તેમના લેપટોપમાં મનીષાબહેને દિલ્હીની ફલાઈટની ટીકીટ જોતા તેઓએ તેમના પતિને ફોન કર્યો હતો પરંતુ તે બંધ આવતો હતો તેથી દિલ્હી રહેતા તેઓના મામાને ફોન કરતાં તેમરષ કહ્યું હતું કે, તેઓ દિલ્હી આવવાના હતા પરંતુ આવ્યા નથી તેઓની શોધખોળ બાદ નલીનભાઈનો પત્તો ન મળતા તેઓએ આખરે ચાંદખેડા પોલીસ મથકમાં જાણવાજોગ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *