ગમ્મે તે “બનાવવામાં ચીની માસ્ટરી

jug

ચીનના કિએન્ગજિએન્ગ શહેરમાં રહેતા ૬પ વર્ષના ઝેન્ગ કેહુઆ નામના કડિયાએ નિવૃત્તિ પછી નવરાબેઠાં અદભૂત કળા વિકસાવી છે. પત્તાની ઢગલીઓ ગોઠવીને એમાંથી જાયન્ટ સ્ટ્રકચર બનાવનારા કલાકારો ઘણા છે, પણ ઝેન્ગ આ પત્તાને ગૂંથીને એમાંથી વાપરી શકાય એવી ફૂલદાનીઓ તૈયાર કરે છે. દૂરથી જોઇએ તો એવું જ લાગે કે આ ફૂલદાનીઓ ચિનાઇ માટીમાંથી જ બનેલી છે. ઝેન્ગ પહેલેથી જ ક્રીએટીવ કડીયો રહ્યો છે. તેણે આખી જિંદગી પૌરાણિક અને ઐતિહાસિક કહેવાય એવા બિલ્ડીંગોના રેસ્ટરેશનનું કામ કર્યુ છે.
એટલે તેનામાં એન્ટીક અને પૌરાણિક સંસ્કૃતિને જાળવવાની કળા અને સૂઝબૂઝ બન્ને છે. આવી કળા તૈયાર થઇ શકે છે એવો વિચાર તેને નિવૃત્ત થયાનાં થોડાક વર્ષો પહેલાં આવેલો. પાણીમાં તરતી મુકવાની હોડી બનાવવા મથી રહ્યા હતા એ જોઇને તેને વિચાર આવ્યો કે પ્લાસ્ટીકનાં પત્તાની ગેમમાંથી પણ ઘણું બનાવી શકાય એમ છે. ઘરે જઇને તેણે પોતાની મેળે થોડાંક પ્લાસ્ટીકનાં પત્તાને વાળવાની કોશિશ કરી અને વિવિધ કૃતિઓની રચના પછી તેને લાગ્યું કે એમાંથી ચાઇનીઝ ફૂલદાની બહુ જ સરસ બનશે.
બસ, એક જ મહિનામાં તેણે ટ્રાયલ એન્ડ એરર કરીને ફૂલદાની બનાવી દીધી. એકવાર પત્તાની ગોઠવણ સમજાવા લાગી એટલે તેણે એને એસ્થેટિકલી સારી કેવી રીતે બનાવી શકાય એનો મહાવરો કર્યો અને હવે તેની બનાવેલી જાયન્ટ ફૂલદાનીઓની જબરી ડીમાન્ડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *