ગઈકાલના વચગાળાના આદેશનો પુનરોચ્ચાર કરી અરજદારને કહ્યું, સોરી ‘પદ્માવત’ રોકવાની વધુ એક અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ

pp

‘પદ્માવત’ સામે વધુ એક અરજી સાંભળવાનો ઈન્કાર કરતા સુપ્રીમ કોર્ટે આજે મકકમપણે સુણાવી દીધું હતું કે બંધારણીય અદાલત તરીકે કામ કરવાની કોર્ટની જવાબદારી છે અને તેણે ગઈકાલે નિભાવી છે, અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારોની છે, નહી કે કાયદાની અદાલતની.
આગામી સપ્તાહે રિલીઝ થનારી વિવાદીત પદ્માવત પર ચાર રાજયોએ મુકેલા પ્રતિબંધને ઉઠાવી લીધા પછી પ્રતિબંધ માટે આજે ફરી સુપ્રીમ કોર્ટનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
મનોહરલાલ શર્મા નામના ધારાશાસ્ત્રી અરજદારે જણાવ્યું હતું કે સેન્સર બોર્ડે ફીલ્મને અપેક્ષા મંજુરી ગેરકાયદે છે અને ફિલ્મ રિલીઝ થવાની કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્નો ઉભા થશે.
ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના વડપણ હેઠળની ૬ જજોની બેંચે ‘સોરી’ કરી જણાવ્યું હતું કે અદાલતે બંધારણીય અદાલત તરીકે કામ કરવાનું હોય છે અને તેણે તેના વચગાળાના હુકમમાં જણાવ્યું છે કે ફીલ્મનું સ્કીનીંગ અટકાવી શકાય નહીં.
બેંચે એ પછી ગઈકાલે જે કંઈ કહ્યું તેનો પુનરોચ્ચાર કર્યો હતો, અદાલતે ગઈકાલે જણાવ્યું હતું કે સંભવિત કાયદો-ઈવ્યવસ્થા જાળવવાનું કામ જુદી જુદી સરકારોનું છે. એ કામ અદાલતનું નથી.
ગઈકાલે પણ સર્વોચ્ચ અદાલતે સરકારોને હિંસાની ધમકીનો મુકાબલો કરવા તેમની બંધારણીય જવાબદારીની યાદ દેવડાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *