ખોટા સહી-સિક્કા કરી લોન મેળવી હતી ઈડર ગોડાઉનના પૂર્વ કર્મચારીને ત્રણ વર્ષની કેદ

વર્ષ ર૦૦૪માં ઈડરના સરકારી ગોડાઉન ખાતે ફરજ બજાવતા કનુભાઈ રૂપિંસગ ભગોરાએ પોતાની ફરજ દરમ્યાન તા.૫-૮-ર૦૦૪ના રોજ સાબરકાંઠા ગાંધીનગર ગ્રામીણ બેંકમાંથી રૂા.૩૦૦૦૦/-ની લોન જિલ્લા પુરવઠા મામલતદાર સાબરકાંઠાના ખોટા સહી-સિક્કા કરીને મેળવી હતી. ઉપરાંત તા.રર-૭-ર૦૦૪ના રોજ આ જ રીતે ઈડરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાંથી ગોડાઉન મેનેજર ઈડરના ખોટા સહી-સિક્કા કરી રૂા. ર૦૦૦૦/-ની લોન લીધી હતી. આમ સરકારી સહી-સિક્કાનો દુરઉપયોગના ગુના બદલ આરોપી કનુભાઈ રૂપસીંગ ભગોરા પર વર્ષ ર૦૦૬માં ફોજદારી ગુનો દાખલ થતાં ઈડર કોર્ટમાં કેસ ચાલતો હતો. જેમાં ઈડરના જજ યુ. એમ. વ્યાસે આરોપીને કસૂરવાર ઠેરવી ત્રણ વર્ષની કેદ તથા રૂા.૧૦૦૦/-નો દૃંડની સજા ફટકારી સરકારી કર્મચારીઓ દ્વારા ભવિષ્યમાં આવા ગુના ન બને તે માટે કડક વલણ અપનાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *