ખેલાડીઓ ફિક્સિંગમાં ફસાતા નિરાશ છું : મિસબાહ-ઉલ-હક

index

પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં સ્પોર્ટ ફિક્સિંગના વિવાદથી નિરાશ થયેલા પાકિસ્તાની ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન મિસબાહ-ઉલ-હકનું કહેવું છે કે તેમનો દેશ અથવા તેમના દેશના કોઈ પણ ખેલાડીનું નામ સ્પોટ ફિક્સિંગ સાથે જોડાય તો તેને નિરાશા થાય છે. મિસબાહની ટીમના બે ખેલાડીઓ શર્જીલ ખાન તથા ખાલીદ લતીફનું સ્થાન સ્પોટ ફિક્સિંગમાં જોડાયેલું છે અને આ કારણે અનિશ્ર્ચિત મુદત માટે તેમને સસ્પેન્ડ કરાયા છે. આ બાબતે મિસબાહે કહ્યું કે તેમની ટીમ ઈસ્લામાબાદે આ પ્રકારની ઘટનાનો બહાદુરીપૂર્વક સામનો કરવો પડશે. અલબત્ત આ પ્રકારની ઘટના પાકિસ્તાન ક્રિકેટ માટે ચિંતાજનક છે તેમ મિસબાહે કહ્યું હતું.

વર્ષ ર૦૧૦માં સ્પોટ ફિક્સિંગ મામલામાં સલમાન બટ્ટ, મોહમ્મદ આસિફ તથા મોહમ્મદ આમિરના નામ સંકળાયેલા હતા. મિસબાહે કહ્યું કોઈ ઈચ્છતુ નથી કે પાકિસ્તાન તથા તેમની ટીમના ખેલાડીઓનું નામ સ્પોટ ફિક્સિંગ મામલા સાથે જોડાય. છ વર્ષની આકરી મહેનત પછી આ પ્રકારની ઘટનાઓ બનતા તે ગંભીર વિષય છે. આથી હું નિરાશ છું. મિસબાહનું માનવું છે કે આ પ્રકારની ઘટનાઓનો સામનો બહાદુરીપૂર્વક કરવો જોઈએ. આ પ્રકારની ઘટનામાં સંડોવાયેલા આ વાત નિશ્ર્ચિત કરે કે આવી ઘટના પુન: ન થાય અને ક્રિકેટમાં સારા પ્રદર્શનનો પ્રયત્ન કરી પીસીબીએ શર્જીલ તથા લતિફ વિરૂદ્ધ ફિક્સિંગ મામલે ચાર્જશીટ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *