‘ખુદાબક્ષ’ કબૂતરમાં ખુદ ક્ધડકટર દંડાયો

dove

તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પો.ને એક ક્ધડકટર સામે એટલા માટે એકશન લેવાનું નક્કી કર્યુ છે કેમ કે તેની બસમાં એક કબૂતર ટિકિટ વિના સફર કરી રહ્યું હતું. સફર વખતે કબૂતર બસની વિન્ડો સીટ પર બેઠું હતું. આ સરકારી બસ ગુરુવારે સાંજે ઇલ્લાવાડીથી હારૂન ટાઉન જઇ રહી હતી. બસમાં એ વખતે ૮૦ થી વધુ મુસાફરો સવાર હતા. બસ હારૂન ટાઉન પાસે પહોંચી ત્યારે ટિકિટ-ઇન્સ્પેકટર્સે બસમાં મોજૂદ યાત્રીઓની ટિકિટ તપાસવી શરૂ કરી. એ જ વખતે તેમને એક યાત્રી નશામાં ધૂત અવસ્થામાં જોવા મળ્યો, જેની પાસે એક કબૂતર પણ હતું. એ વખતે અધિકારીઓએ ક્ધડકટરને પૂછયું કે શું તેણે કબૂતરની ટિકિટ કાપી છે ? તો ક્ધડકટરે કહ્યું કે જ્યારે આ મુસાફર બસમાં ચડયો ત્યારે તેની પાસે કબૂતર નહોતું.
જો કે તેની આ વાતથી અધિકારીઓને સંતોષ ન થયો એટલે તેમણે ક્ધડકટર સામે મેમો બહાર પાડયો. તામિલનાડુમાં સરકારી બસોમાં પશુ-પક્ષીઓની પણ ટીકીટ લેવાનો નિયમ છે.
એક જ કબુતર હોય તો આ નિયમ લાગુ નથી પડતો. એ છતાં ક્ધડકટરને મેમો મળ્યો છે. આ સમાચાર ફરતા થયા ત્યારથી એવો કટાક્ષ ચર્ચામાં આવ્યો છે કે મુસાફરની આસપાસ માખી-મચ્છર ભટકતાં હોય તો એની કેટલી ટિકિટ લેવાની ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *