ખાદ્ય તેલ આયાત ડ્યુટીની સીધી અસર શેરબજાર ઉપર જોવા મળશે દલાલ સ્ટ્રીટમાં હાલ ઉથલપાથલ રહેશે : સાત પરિબળો ઉપર નજર

26bse3

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ઉતારચઢાવની સ્થિતિ રહૃાા બાદ આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં દલાલ સ્ટ્રીટમાં સાત પરિબળોની મુખ્ય અસર જોવા મળશે. આ સાત પરિબળો બજારની દિશા નક્કી કરશે. ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો, માઇક્રોઇકોનોમિક ડેટાના નબળા આંકડા, અનેક બ્લુચીપ કંપનીઓ તરફથી અપેક્ષા કરતા નબળા પરિણામ જેવા પરિબળોની સીધી અસર જોવા મળશે. જો કે, અમેરિકાની રેિંટગ સંસ્થા મૂડ દ્વારા ભારતના રેિંટગમાં સુધારો કરવામાં આવ્યા બાદ છેલ્લા બે સેશનમાં તેજી જામી હતી. કારોબારના અંતે શુક્રવારે સેંસેક્સ ર૩૬ પોઇન્ટ ઉછળીને ૩૩૩૪૩ની સપાટીએ રહૃાો હતો જ્યારે નિટી ૧૦૩૦૦થી નજીક પહોંચીને બંધ રહૃાો હતો. સાપ્તાહિક આધાર બીએસઈ ૩૦ શેર સેંસેક્સમાં એક ટકાનો અને નિટીમાં ૦.૫૭ ટકાનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આવતીકાલથી થતાં કારોબારી સેશનમાં જે પરિબળોની અસર થશે તેમાં મૂડીના પરિણામ, વૈશ્ર્વિક ઘટનાક્રમ, રૂપિયાની હિલચાલ, નિટીની સપાટી, આરકોમની સ્થિતિનો સમાવેશ થાય છે. વૈશ્ર્વિક રેિંટગ સંસ્થા મૂડીએ શુક્રવારના દિવસે ભારતની રેિંટગ છેલ્લા ૧૪ વર્ષમાં પ્રથમ વખત સુધારી હતી. મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા માળખાકીય સુધારાઓને મંજુરી આપી હતી. આમા જણાવવામાં આવ્યું છે કે, આર્થિક સુધારાઓના પરિણામ સ્વરુપે દેવાના બોજમાં ઘટાડો થશે. વિકાસમાં તેજી આવશે. દેશના રેિંટગને સુધારવાનો નિર્ણય કરાયો હતો.
નિટીમાં મૂડીના પરિણામની અસર રહી હતી. બીએસઈ સેંસેક્સમાં જે ઘટકોની અસર રહેશે તેમાં ઇન્ડસ બેંક, યશ બેંકનો સમાવેશ થાય છે. આ બંને સિપ્લા અને લ્યુપિનની જગ્યાએ ૩૦ શેરમાં પ્રવેશ કરશે. એશિયા ઇન્ડેક્સ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી ચુકી છે. આવતીકાલે તેને અમલી બનાવી દેવામાં આવશે. આ ઉપરાંત ફેડરલ બેંક, ગ્રાસીમ, બજાજ હોલ્ડિંગ પણ ટોપ ૧૦૦ લિસ્ટેડ કંપનીઓના ઇન્ડેક્સમાં સામેલ થશે. આ શેરોમાં આવતીકાલે કારોબાર દરમિયાન તીવ્ર તેજી રહી શકે છે. સરકારે છેલ્લા એક દશકની અંદર ખાદ્ય તેલ ઉપર આયાત ટેક્સ સૌથી વધુ વધારી દીધો છે. સ્થાનિક ખેડૂતોને સમર્થન આપવાના હેતુસર આ નિર્ણય કરાયો છે.
ડ્યુટીમાં વધારા બાદ તેલિબિયાની કિંમતો વધશે અને સ્થાનિક માર્કેટમાં ખેડૂતોને ફાયદો થશે. વર્ષ ર૦૧૭-૧૮માં માર્કેિંટગ વર્ષમાં ખાદ્યતેલની આયાતને મર્યાદિત કરવામાં આનાથ મદદ મળશે. પહેલી નવેમ્બરના દિવસે વર્ષ ર૦૧૭-૧૮ના માર્કેિંટગ વર્ષની શરૂઆત થઇ હતી. સરકારે ક્રૂડ પામ ઓઇલ પર આયાત ટેક્સને બે ગણો કરી દીધો છે જ્યારે રિફાઇન્ડ પામ ઓઇલ ઉપર ડ્યુટી ર૫ ટકાથી વધારીને ૪૦ ટકા કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *