કોહલી વિઝડન ક્રિકેટર ઓફ ધ યર

MELBOURNE, AUSTRALIA - JANUARY 29:  Virat Kohli of India gestures to Australian fans after India took the wicket of Glenn Maxwell of Australia during the International Twenty20 match between Australia and India at Melbourne Cricket Ground on January 29, 2016 in Melbourne, Australia.  (Photo by Darrian Traynor - CA/Cricket Australia/Getty Images)

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની આજે વર્ષ ર૦૧૬ માટે વિઝડન ક્રિકેટર ઓફ દ યર તરીકે પસંદગી કરવામાં આવી છે. કોહલીએ ગયા વર્ષે ૭૫.૯૩ રનની સરેરાશ સાથે ૧ર૧૫ રન બનાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં તેનો આ દેખાવ ખૂબ શાનદાર રહૃાો હતો. આ ઉપરાંત ૧૦ વન ડે ઈન્ટરનેશનલ મેચોમાં ૯ર.૩૭ રનની સરેરાશ સાથે ૭૩૯ રન બનાવ્યા હતા. બીજી બાજુ ટી-ર૦ મેચોમાં ૧૦૬.૮૩ રનની સરેરાશ સાથે રન બનાવ્યા હતા. કોહલીએ ટ્વેન્ટી ક્રિકેટમાં ૬૪૧ રન બનાવ્યા હતા. માત્ર છ બેટ્સમેનોએ એક કેલેન્ડર વર્ષમાં કોહલી કરતા વધારે રન બનાવ્યા છે પરંતુ સરેરાશના મામલામાં કોઈપણ ભારતીય કેપ્ટનની આસપાસ રહૃાો નથી. વિઝડનના એડિટર લોરેન્સ બુથે કોહલી તરફથી કહ્યું છે કે કોહલી માટે વર્ષ ર૦૧૬ ખૂબ શાનદાર રહ્યું હતું. કોહલીના ત્રણેય ફોર્મેટમાં ખૂબ શાનદાર દેખાવ રહૃાો છે. કોઈ અન્ય બેટ્સમેનની સરખામણીમાં તેનો દેખાવ ધરખમ રહૃાો છે. ટેસ્ટ મેચોમાં કોહલીએ ૭૫ રનની સરેરાશ સાથે રન બનાવ્યા હતા. વન ડે આંતરરાષ્ટ્રીય મેચોમાં ૯ર અને ટ્વેન્ટી મેચોમાં ૧૦૬ રનની સરેરાશ સાથે રન બનાવ્યા છે. કોહલીએ પોતાના શાનદાર દેખાવ માટે પોલી ઉમરીગર એવોર્ડ, ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ દય યર, બીબીસીઆઈનો વાર્ષિક એવોર્ડથની સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. કોહલી પહેલા ભારત તરફથી આ એવોર્ડ વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકર જીતી ચુક્યા છે. વિરેન્દ્ર સહેવાગે ર૦૦૮ અને ર૦૦૯માં આ એવોર્ડ જીત્યો હતો. જ્યારે સચિન તેંડુલકરે આ એવોર્ડ ર૦૧૦માં જીત્યો હતો. વર્ષના પાંચ ક્રિકેટરોમાં મિસબાહ ઉલ હક, યુનિસખાન, બેન બકેટ, ટોબી રોનાલ્ડ, ક્રિસ વોક્સના નામ રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *