કોની ફિલ્મ સાથે પ્રિયંકા રૂપેરી પડદે પુનરાગમન કરશે?

pc1

બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યા પછી પ્રિયંકા ચોપડા હવે હોલિવૂડમાં ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. ક્વાર્ટિકોની સફળતા પછી પ્રિયંકાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. ઘણા એવોર્ડ જીતવા ઉપરાંત પ્રિયંકાની તસવીર ઘણા મેગેઝીનના કવર પેજ પર છપાઈ ચૂકી છે. પ્રિયંકાની ફિલ્મ બેવોચ હવે રજૂ થશે. આ ફિલ્મમાં તે વિક્ટોરીયા લિડ્સના પાત્રમાં નજરે પડશે.  બેવોચમાં પ્રિયંકા નકારાત્મક પાત્ર અદા કરશે. પ્રિયંકાએ વાયદો કર્યો હતો કે ભારત પર ફર્યા પછી તે ફિલ્મોમાં કામ કરશે. પ્રિયંકા કઈ ફિલ્મ સાથે રૂપેરી પડદે પરત ફરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પિંકના ડાયરેક્ટર અનિરૂદ્ધ ચૌધરી પ્રિયંકા ચોપડાના પ્રોડકશન હાઉસ હેઠળ એક મહિલા પ્રધાન ફિલ્મ બનાવશે. તે આ ફિલ્મમાં અભિનય કરી શકે છે. તે કેમીયો રોલમાં જોવા મળશે કે મુખ્ય રોલમાં તે વિશે કશુ કહી શકાય નહીં. પ્રિયંકા ઝડપથી બોલિવૂડમાં પરત ફરી શકે છે. પ્રિયંકા ચોપડા અંતિમ વેળા પ્રકાશ ઝાની ફિલ્મ જય ગંગાજલમાં જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ નીવડી હતી, પરંતુ હવે તે કોઈ પ્રોજેક્ટનો ભાગ બનવા માંગે છે. આ મહિલા પ્રધાન ફિલ્મ ઉપરાંત સંજય લીલા ભણશાળી સાથે તેની વાતચીત થઈ રહી છે. રાકેશ ઓમપ્રકાશ મેહરા ઉપરાંત ઘણા ડાયરેક્ટર સાથે તેને વાત થઈ રહી છે. પ્રિયંકા ફિલ્મ બેવોચની રિલિઝ પછી શૂટિંગ શરૂ કરશે. ત્યાર બાદ અમેરિકા જઈ ક્વાટિકો-૩નું શૂટિંગ કરશે. ક્વાટિકોના કારણે તેને બે વખત પીયુલ્સ ચોઈસ એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. પ્રિયંકા ઓસ્કારથી લઈ ગોલ્ડન ગ્લોબ એવોર્ડને રજૂ કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *