કોંગ્રેસને કમ્મરતોડ ફટકા ઉપરાંત રાજયસભા-રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ‘લાભ’ લેવાનો વ્યુહ માસાંતે બાપુની ઘર-વાપસી? તડામાર તૈયારી

l1

ગુજરાતમાં ઝડપથી બદલી રહેલા રાજકીય સમીકરણોમાં હવે નિર્ણાયક ઘડી આવી ગઈ છે અને આગામી તા.૨૬ના શુક્રવારે એક જબરા આયોજનમાં મૂળ-ભાજપ અને લાંબા સમયથી કોંગ્રેસમાં સ્થાયી થયેલા શંકરસિંહ વાઘેલા ભાજપમાં પ્રવેશી રહ્યાના સંકેત છે. ટોચના સૂત્રોએ આ માહિતી આપતા કહ્યું કે હાલ પુર્વ-સાંસદોની ટીમના સભ્ય તરીકે શંકરસિંહ વાઘેલા ચીનના પ્રવાસે છે. આ આયોજન પણ અગાઉથી નિશ્ર્ચિત હતું. વાઘેલા તા.૨૪ના રોજ ભારત પરત ફરશે અને તા.૨૬ના કમલમ પાસે જ ઘરવાપસીની તૈયારી છે. આ માટે રાજયભરમાંથી ભાજપના હજારો કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસના ૫૭ ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા ૨૦ ધારાસભ્યો પણ બાપુ સાથે ભાજપ પ્રવેશ કરશે જેથી તેઓને પક્ષાંતર વિરોધી ધારો લાગું પડશે નહી. ભાજપ આ રીતે કોંગ્રેસને મરણતોલ ફટકો મારવાની તૈયારીમાં છે. સૌ પ્રથમ તા.૮ના રોજ જે રાજયસભા ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસને એકપણ બેઠક ન મળે તે માટે કોંગ્રેસના સભ્યોના મતો જરૂરી છે તે નિશ્ર્ચિત કરશે. બાદમાં જુલાઈમાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવે છે તેમાં ભાજપને પોતાના જે પસંદગીના જે ઉમેદવારને ચૂંટાવવા છે તેમાં પક્ષો ઘટે છે. આ કોંગ્રેસના ધારાસભ્યોના મતો મળે તો ભાજપને તેની જીત સહેલી બનશે અને ચૂંટણી પુર્વેનું આ ભંગાણ કોંગ્રેસને અત્યાર સુધીની તમામ તૈયારીઓ પણ ભાંગી પડે અને આ પક્ષ નાસીપાસ થઈ જાય પછી ભાજપને ૧૫૦ બેઠકો મેળવવાનું અઘરુ ન રહે. સૂત્રોના જણાવ્યા મુજબ બાપુને આવકારવા રાજયભરમાં હોર્ડીંગ લગાવાશે તથા બાપુને આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થાય તેવી વ્યવસ્થા પણ થશે. એક વખત આ મોટો કાર્યક્રમ પુરો થયા બાદ બાપુને પુરા માન સન્માન સાથે ભાજપમાં પ્રસ્થાપિત કરાશે. તેમના પુત્રને કેબીનેટમાં સ્થાન મળશે અને ભાજપ ગુજરાતને પુરી રીતે કોંગ્રેસ મુક્ત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *