કોંગ્રેસની પ્રથમ ખોટી યાદી વાઇરલ થતા ભાજપ અને કોંગ્રેસ સામસામે આવ્યા

congress-bjp_647_033117014707_111917104145

આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાં જ ભાજપ-કોંગ્રેસ સામસામે આવી ગયા હતા.

આ યાદી ખોટી હોવાનું કોંગ્રેસે જણાવતા અને ભાજપનું કાવતરું હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો જ્યારે ભાજપે યાદી સાથે કંઈ દેવા દેવા ન હોવાનું જણાવી કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાનું કહ્યું હતું.

આજે રાત્રે અચાનક જ સોશ્યલ મીડિયામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લેટર પેડ ઉપર અને પ્રદેશ પ્રમુખ ભરતિંસહની સહીનો ઉપયોગ સાથે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરાઈ હતી.

જો કે, યાદી જાહેરાત બાદ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ તે યાદી ખોટી હોવાનું જણાવી ભાજપનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ યાદી સત્તાવાર નથી

તેમ કહી ઉમેર્યું હતું કે, કોંગ્રેસના લેટરપેડ અને પ્રદેશ પ્રમુખની સહીના થયેલા ગેરઉપયોગ બાબતે દોષીતો સામે કાન્ાૂની સલાહ લીધા બાદ કાયદેસરની કાર્યવાહી કરીશું.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતિંસહ સોલંકીએ પણ આ ઉમેદવારોની યાદી ખોટી હોવાનું જણાવ્યું હતું. અલ્પ્ોશ ઠાકોરે પણ આ વાતને સમર્થન આપ્યું હતું.

બીજી તરફ ભાજપના પ્રવકતા ભરત પંડ્યાએ કોંગ્રેસના આક્ષેપને ખોટો હોવાનું દર્શાવી કહ્યું હતું કે, ભાજપને તેની સાથે કોઈ લેવા દેવા નથી અમે એ યાદી જાહેર કરી દીધી છે. યાદી જ નહીં કોંગ્રેસ જ ખોટી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *