કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ મારફત આક્ષેપ લોકતંત્ર ખતરામાં હોવાનો કોંગ્રેસ પાર્ટીનો અભિપ્રાય

INC1

સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજના સીજેઆઈ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ પણ તેની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, લોકતંત્ર ખતરામાં છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, ચાર જજ દ્વારા સુપ્રીમ કોર્ટમાં વહીવટી અને અનિયમિતતાના આરોપ પર અમે ગંભીર છીએ અને ચિંતિત પણ છીએ. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત આ પ્રકારના આરોપો જાહેરમાં મિડિયા સમક્ષ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા અનિયમિતતાના આરોપો મુકવામાં આવ્યા હતા. આશરે બે મહિના પહેલા પત્ર લખીને ચાર જજોએ ચીફ જસ્ટિસને અનિયમિતતા તરફ ધ્યાન દોર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *