કોંગ્રેસના ચરિત્રમાં વિકાસ છે જ નહીં કેવળ ભ્રષ્ટાચાર છે:અમિત શાહ

b1

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સૌરાષ્ટ્રના દ્વારકા ખાતે એક વિશાલ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષ અને ગુજરાતની પ્રજાના સંબંધનો નાતો અભિન્ન અને અતૂટ છે. ૧૯૯૫થી દરેક ચૂંટણીમાં ગુજરાતની જનતા હંમેશા ભાજપાની સાથે જ રહી છે. ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ અને શાસન બેદાગ રહ્યું છે. પારદર્શક અને પ્રમાણીક વહીવટ આપ્યો છે. એક પણ એવું કામ નથી કર્યું કે જેને કારણે અમારા કોઈકાર્યકર્તાનું મસ્તક શરમથી ઝુકાવવું પડે.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે રાહુલ ગાંધી અને પરિવાર પર વાર કરતાં કહ્યું હતું કે, તમે ૬૦ વર્ષ શાસનમાં રહ્યાં છો અને સાડા ત્રણ વર્ષનો હિસાબ માંગી રહ્યાં છો? આ હિસાબ તો ભારતની જનતાને તમારે આપવાનો હોય, સાડા ત્રણ વર્ષના ભાજપાના યશસ્વી શાસનમાં અમારા પર વિરોધીઓ એક પણ ભ્રષ્ટાચાર બાબતમાં આંગળી નથી ચીંધી શકયાં. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યાં તે પહેલાં શું ૨૪ કલાક વિજળી મળતી હતી? ભાજપા સરકારે ૧૯૦૦૦ ગામોમાં વિજળી પહોંચાડવાનું કામ કર્યું છે.
તેએાએ જણાવ્યું હતુંકે, સૌરાષ્ટ્ર વિસ્તાર દૂધ ઉત્પાદન આધારીત અર્થકારણને કોંગ્રેસે ખતમ કરવાનું કાર્ય કરેલ. તેમના શાસનમાં બધીડેરીઓને બંધ કરવામાં આવી હતી. નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આ ડેરીઓને ફરીથી ચાલુ કરવામાં આવી અને ગ્રામ્ય અર્થકારણમાં ખુશહાલી લાવી સૌરાષ્ટ્ર માટે મહત્વકાંક્ષી ‘સૌની યોજના’ના કારણે ગામે ગામ પાણી પહોંચ્યું છે. અને ૧૦૦૦ કરોડના ખર્ચે દ્વારકાધીશના ચરણો સુધી નર્મદાના નીર પહોંચ્યા છે. પુરા ભારત અને વિશ્ર્વના યાત્રાળુ દ્વારકાધીશના દર્શનાર્થે આવે ત્યારે ગોમતીમાં અવશ્ય સ્નાન કરે છે. આ પવિત્ર ગોમતી નદી પર રૂા.૭ કરોડના ખર્ચે સુદામાં પુલ બનાવવાનું કામ પણ ભાજપાની સંવેદનશીલ સરકારે કર્યું છે.
અમિતભાઈએ તાજેતરમાં આવેલ ઉત્તર પ્રદેશ નગર નિગમના પરિણામ ઉપર છણાવટ કરી કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, હાલમાં જ થયેલ ઉત્તર પ્રદેશ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેનો ઘર આંગણે જ કારમો પરાજય થયો છે. અને ભાજપાને પૂર્ણ જનમત મળ્યો છે, તેવા અમેઠીમાં બે જ મહિના પહેલાં કલેકટર ઓફીસનું ઉદ્ઘાટન મારા હાથે કરવામાં આવ્યું. જ્યાં કોંગ્રેસ છેલ્લા ૭૦ વર્ષથી શાસન કરી રહી છે. ગુજરાતમાં સર્વ સ્પર્શી અને સર્વ વ્યાપી વિકાસ થયો છે, જે સૌ કોઈને દેખાઈ રહ્યો છે. પરંતુ રાહુલ ગાંધીને દેખાતો નથી, કારણ કે, તેમની આંખો પર ઈટાલીયન ચશ્મા છે. વંશવદ અને વારસદારોથી ચાલતી કોંગ્રેસના ચરિત્રમાં વિકાસ છે જ નહીં. તેમના ચરિત્રમાં કેવળ ભ્રષ્ટશચાર છે.
અમિત શાહ આવતીકાલે સવારે ૧૧-૦૦ વાગ્યે કડાણા, બપોરે ૧-૦૦ વાગ્યે ખેરાલું બપોરે ૩-૦૦ વાગ્યે દહેગામ ખાતે ચૂંટણી પ્રચાર સંદર્ભે જનસભાઓને સંબોધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *