કોંગ્રેસના ક્રોસ વોટીંગ કરનાર ધારાસભ્યોને તેમનો મત ઉમેદવારને દર્શાવવા જણાવાયુ હતું કરમશીભાઈ પટેલનો મત પણ રદ કરાવવાની કોંગ્રેસની ચાલ હતી

l1

ગુજરાતની રાજયસભા ચૂંટણીમાં બે ધારાસભ્ય- રાઘવજીભાઈ પટેલ અને ભોળાભાઈ ગોહીલના મતો બિનસતાવાર રીતે દર્શાવવા મુદે તે રદ થયા તેમાં કોંગ્રેસના એક ત્રીજા ધારાસભ્ય કરમશીભાઈ પટેલને પણ તેમનો મત ઉમેદવારને દર્શાવવા કહેવાયું હતું. પરંતુ કરમશીભાઈએ તેમ ન કરતા તેનો મત રદ થતા બચી ગયો હતો. આજે કોંગ્રેસના ૭ ધારાસભ્યો જેઓએ ક્રોસ વોટીંગ કર્યુ છે. તેઓએ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે તેવી જાહેરાત કરતા સમયે વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ આ ઘટસ્ફોટ કરતા કહ્યું કે મારા નિવાસે આવેલા ધારાસભ્યોમાંથી કરમશી પટેલે અને આ માહિતી આપી હતી. જો કે શ્રી રમણલાલ વોરાએ કોઈનું નામ લીધું ન હતું પણ તેમનો ચૂંટણી એજન્ટ શક્તિસિંહ ગોહિલ ભણી હતો. કરમશીભાઈએ એવું કહ્યું હતું કે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેથી આ મતદાન સમયે તેમનું મતપત્રક કોંગ્રેસના ચૂંટણી એજન્ટ શક્તિસિંહ ગોહિલને દર્શાવ્યો હતો અને બાદમાં શક્તિસિંહે જ મને આ મતપત્રક ઉમેદવાર ભણી દર્શાવવા કહ્યું હતું. પણ કરમશીભાઈ પટેલ નિયમ જાણતા હતા તેથી તેઓએ મત ઉમેદવાર ભણી ન કરી સીધો મત પેટીમાં નાખી દેતા તેમનો મત રદ થતા બચી ગયો હતો. જો કે શ્રી વોરાએ જણાવ્યું કે આ મામલે આ ચૂંટણીમાં મારો કોઈ રોલ છે જ નહી અને કરમશીભાઈની મૌખીક ફરિયાદ છે એટલે સામે કોના એન્ટ ઉશ્કેરાયા હતા. કોને સૂચના આપી આ તમામ બાબતો ચૂંટણી અધિકારીના ક્ષેત્રમાં આવે છે.
ચૂંટણીની વિસંગતતા ઉભી થઈ છે તેનાં ન્યાયિક પ્રક્રિયાઓ થશે. જયારે રાઘવજી પટેલ અને ભોળાભાઈ ગોહીલના મત રદ કરવાના મુદે ચૂંટણી કમિશન સુપ્રીમ કોર્ટમાં હોય તેમણે કાયદાની મર્યાદામાં રહીને કામ કરી નિર્ણયો લેવાના હોય છે એટલે ટુંક સમયમાં ઉભી થયેલી વિસંગતતા દૂર થઈ જશે તેવો વિશ્રામ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *