કેરિયરમાં પ્રથમ વખત ટોપ ત્રણમાં સામેલ પુજારા ટેસ્ટ રેકિંગમાં ત્રીજા સ્થાને

c2

ચેતેશ્વર પુજારા આઈસીસી ટેસ્ટ બેટિંગ રેર્િંન્કગમાં શાનદાર દેખાવ કરીને હવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હાલમાં શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીમાં એક પછી એક સદી પુજારાએ ફટકારી છે. શરૂઆતની બંને ટેસ્ટ મેચોમાં પુજારાએ સદી ફટકારી છે.

પુજારાએ પ્રથમ ટેસ્ટમાં ૧૫૩ અને ત્યારબાદ કોલંબોમાં શિંઘાલી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ૧૩૩ રન ફટકાર્યા હતા. આ ટેસ્ટ મેચ ભારતે એક ઇિંનગ્સ અને ૫૩ રને જીત મેળવી હતી. રહાણે પણ કોલંબો ટેસ્ટમાં ૧૩ર રન ફટકારી ગયો હતો. આની સાથે જ ભારતીય બેટ્સમેનો રેકિંગમાં આગળ રહૃાા છે. આઈસીસી ટેસ્ટ બેટિંગ રેર્િંન્કગની વાત કરવામાં આવે તો આમા ભારતીય બેટ્સમેનોનું પ્રભુત્વ રહ્યું છે. અલબત્ત પ્રથમ  સ્થાને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટિવ સ્મિથ અને બીજા ક્રમે જોઇ રુટ રહૃાો છે પરંતુ આ યાદીમાં ટોપ પાંચમાં ભારતના ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી સામેલ છે. આ ઉપરાંત રહાણે છઠ્ઠા સ્થાને છે. ભારતીય ટીમે છેલ્લે સતત આઠ ટેસ્ટ શ્રેણી જીતી છે.

ટેસ્ટ ક્રિકેટમાં આ શાનદાર દેખાવ બદલ કેટલાક ખેલાડીઓની ભૂમિકા ચાવીરુપ રહી છે. આ દેખાવમાં ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાની જોડી ઘાતક તરીકે ઉભરી આવી છે. બેટિંગમાં ચેતેશ્વર પુજારા અને બોલિંગમાં રવિન્દ્ર જાડેજા અસરકારક સાબિત થયા છે. જુલાઈ ર૦૧૬ બાદથી ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૮ ટેસ્ટ મેચોમાં છ સદી અને આઠ અડધી સદી ફટકારી છે. જુલાઈ ર૦૧૬ બાદથી પુજારાએ ૬૪ રનથી વધુની સરેરાશ સાથે ૧૬૭૯ રન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *