કેરાલાની કલબ માટે ક્રિકેટ રમવાની તૈયારીમાં શ્રીસંત

ss

આઈપીએલમાં મેચ ફિક્સિંગના આરોપમાં પ્રતિબંધનો સામનો કરી રહેલ ટીમ ઈન્ડિયાનો પૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંત હવે બીસીસીઆઈ દ્વારા લદાયેલ પ્રતિબંધને માનશે નહીં. શ્રી સંતે સ્કોટલેન્ડમાં ઘર આંગણે ક્રિકેટ રમવા એનઓસી માંગી હતી. તેણે આ મુદ્દે બોર્ડને પત્ર લખ્યો હતો. જેના પ્રત્યુત્તરમાં બીસીસીઆઈએ એનઓસી આપવા ના પાડી હતી. અને જવાબમાં કહ્યું હતું કે દેશની અંદર તથા બહાર કોઈ પણ ક્રિકેટ એક્ટિવિટિમાં ભાગ લેવાની સંમતિ મળી શકશે નહીં.

બોર્ડના આ જવાબથી શ્રીસંતે અર્નાકુલમ ક્રિકેટ કલબ તરફથી બે દિવસીય મેચ રમવાનો નિર્ણય કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ શ્રી સંતે કહ્યું કે બીસીસીઆઈ દ્વારા મારા પર લદાયેલ આજીવન પ્રતિબંધ સંબંધી કોઈ કાયદેસરનો પત્ર અપાયો નથી, તો અંપાયરો કેમ ના પાડી રહૃાા છે? હું જ્યારે તિહાર જેલમાં હતો ત્યારે બીસીસીઆઈ તરફથી સસ્પેન્શનનો પત્ર મળ્યો હતો. જેની કાયદેસરતા માત્ર ૯૦ દિવસની હતી. મને આજ સુધી આ મામલે કાયદેસર પત્ર મળ્યો નથી. મારી સાથે આંતકવાદી જેવો વ્યવહાર કરાયો હતો.

શ્રી સંત વર્ષ ર૦૧૩ની આઈપીએલની છઠ્ઠી શ્રેણીમાં સ્પોટ ફિક્સિંગના આરોપમાં ફસાયો હતો અને તેની ક્રિકેટ કારકિર્દૃી ખતમ થઈ હતી. દિલ્હીની કોર્ટે તેને આ મામલામાં જામીન આપ્યા હતા, પરંતુ બોર્ડે આજીવન પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. શ્રી સંતે કહ્યું કે મારા વકીલે દસ્તાવેજ તૈયાર કરી રહૃાાં છે, કે જેથી કોઈ વિવાદ  ન થાય. તે સ્કોટલેન્ડ જવા રવાના થઈ શકે છે. તેણે કહ્યું મારી પાસે પાંચ વર્ષની કારકિર્દૃી રહી છે. જેનો પૂરો આનંદ લેવા માંગુ છું. શ્રી સંતે જે કલબ દ્વારા બીજી વખત ક્રિકેટ કારકિર્દૃીની શરૂઆત કરવાની વાત કરી છે તેના પર બીસીસીઆઈના અધિકારીએ કહ્યું હતું કે જો આ કલબ શ્રીસંતને રમાડશે તો બોર્ડ તેના પર પ્રતિબંધ મૂકી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *