કેન્દ્રીય કેબીનેટે રૂા.૧૬૦૦૦ કરોડનું બજેટ મંજુર કર્યાના કલાકોમાં નિર્ણય ગુજરાત ચૂંટણીમાં VVPAT સાથેના ઈવીએમનો ઉપયોગ

l1

હાલમાં જ સંપન્ન થયેલી ઉતર પ્રદેશની ધારાસભા ચૂંટણીમાં ઈવીએમ અંગે માયાવતી સહિતના વિપક્ષી નેતાઓએ સર્જેલા પ્રશ્ર્ન બાદ હવે દેશમાં યોજાનારી ધારાસભા ચૂંટણીઓમાં વપરાનારા તમામ ઈવીએમને વોટર-વેરીફાઈ પેપર ઓડીટ ટ્રાયલ (વીવીવીએટી) થી સજજ કરવા કેન્દ્રીય કેબીનેટે રૂા.૧૬૦૦૦ કરોડનુ જંગી બજેટ મંજુર કર્યું છે અને આ પ્રકારના ઈવીએમ તૈયાર કરવા ચૂંટણી પંચે પણ તૈયારી કરી છે. તેનો હવેની આગામી સમયમાં યોજાનારી ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં તમામ મતદાન મથકો પર થશે. ચૂંટણી પંચે બન્ને રાજયોમાં તમામ મતદાન મથકોમાં આ પ્રકારનાં ઈવીએમ ગોઠવવાની તૈયારી કરી છે.
ચૂંટણી પંચે આ માટે નવા ઈવીએમ તૈયાર કરવાની સુચના આપી છે આ પ્રકારનાં ઈવીએમથી મતદાતા તેનો મત આપે તે સાથે તેઓ (એટીએમ સ્ટાઈલથી) એક પહોંચ નીકળશે આ પહોંચ જોકે મતદાતાને નહીં મળે પણ તે એક બોકસ (દરેક-ઈવીએમ દીઠ એક બોકસ)માં નાખવાનું રહેશે અને ભવિષ્યમાં કોઈ વિવાદ સમયે તે પહોંચી ઉપયોગી બની શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *