કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઇન્ડસ્ટ્રી માટે કરવેરા મુક્તિને લંબાવવા માટે નિર્ણય કરાયો

dahi-handi-practice_71ec6f12-8034-11e7-a713-31f90463e8eb

જન્માષ્ટમી પ્રસંગ પર  મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં દહી હાંડી સમારોહ દરમિયાન માનવ પિરામિડ બતાવતી વખતે દુર્ઘટનાઓ બે ગોવિંદાઓના મોત નિપજયા હતાં.ઘટનામાં ૧૧૭ અન્યને ઇજા પણ  થઇ  છે. પાલર અને એરોલીમાં એક  એક  ગોવિંદના મોત થયા છે.

આ પ્રસંગ પર દહી હાંડી તોડવા માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ગોવિંદાઓની ટોળી વચ્ચે પ્રતિસ્પર્ધા રહે છ. વરસાદ અને ઇજા  થવાના ભયે પણ તેમના જોશમાં  ખલેલ પાડી શકયુ નહીં. જન્માષ્ટમીનો  પર્વ ઘાટકોપર દાદર લાલબાગ  અને ભાંડુપ સહિત  સમગ્ર શહેરમાં  ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો હતો. નગર નિગમના અધિકારીઓના  જણાવ્યા અનુસાર મુંબઇમાં લગભગ ૪૫ ગોવિંદાને ઇજા થઇ  છે.

અધિકારીઓએ  જણાવ્યું હતું કે ઇજા પામેલાઓમાં એકની હાલત ગંભીર છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જયારે અન્ય લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે પાલરમાં ર૧ વર્ષના રોહન કિનીને મિરગીનો હ્દૃયરોહનો હુમલો આવતાં  મોત  થયું  છે જયારે હાંડી તોડ્યા બાદ તેને  માનવ પિરામિડથી નીચે ઉતારવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેને મિરગીનો હુમલો આવ્યો હતો.તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જયાં છ વાગે તેનું મોત થયુ હતું.એરોલીમાં જયેશ સરલે નામના ગોવિંદાનું મોત થયુ હતું તેનું મોત વિજળીના તારની ચપેટમાં આવી જતા થયુ હતું. જયારે શહેરમાં લભગભ ૧૧૭થી વધુ લોકોને ઇજાઓ થઇ હતી. જો કે સમગ્ર શહેરમાં ઠેર ઠેર દહી હાંડી તોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં

લોકોએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *