કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો કેન્દ્રના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧%નો વધારો

7th-Pay-Commission1

કેન્દ્ર સરકારના કર્મચારીઓને તહેવારની સિઝન પહેલા મોટી રાહત મળી ગઇ છે. કારણ કે, કેન્દ્રીય કેબિનેટે આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વધારાના એક ટકા મોંઘવારી ભથ્થાને લીલીઝંડી આપી દીધી હતી. એક ટકા વધારાના ડીએને મંજુરી આપવામાં આવ્યા બાદ આનો સીધો લાભ મોટી સંખ્યામાં કર્મચારીઓને મળનાર છે. લાખો કર્મચારીઓને આનો સીધો લાભ થશે. ખાનગી સેક્ટરના કર્મચારીઓ માટે ગ્રેજ્યુએટી મર્યાદાને સુધારવા સંસદમાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી બિલ રજૂ કરવામાં આવી ચુક્યું છે. કેન્દ્રીય કેબિનેટની આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. નરેન્દ્ર મોદી સરકારે ત્રીજી સપ્ટેમ્બરના દિવસે કેન્દ્રીય કેબિનેટમાં ફેરફાર કર્યા બાદ આ પ્રથમ બેિંટગ હતી. આ બેઠકમાં બીએસએનએલના મોબાઇલ ટાવર સંપત્તિના સંદર્ભમાં ધ્યાન આપવા માટે એક અલગ કંપનીની રચના કરવાને મંજુરી આપી હતી. અન્ય કેટલીક મહત્વપૂર્ણ  મંજુરીઓ પણ આજે આપવામાં આવી હતી. કેબિનેટે ડેરી પ્રોસેસિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ સ્કીમ અને નેશનલ હાઈવે-૧૬ને છ લેનમાં કરવાને મંજુરી આપી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે મળી હતી. તેમાં આ નિર્ણયો કરવામાં આવ્યા હતા. ડીએમાં આપવામાં આવેલી મંજુરીને પહેલી જુલાઈ ર૦૧૭થી તમામ કર્મચારીઓ માટે અમલી કરી દેવામાં આવશે. કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને લાભ આપવા આને મંજુરી આપી હતી. એકબાજુ કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારાના એક ટકા ડીએની ચુકવણી કરાશે. જ્યારે પેન્શનરોને મોંઘવારી રાહત આપવામાં આવશે. પહેલી જુલાઈના દિવસથી આને અમલી કરવામાં આવનાર છે. ૫૦ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૬૧ લાખ પેન્શનરોને સીધો લાભ મળશે. ડીએના વધારાના ઇન્સ્ટોલમેન્ટને જારી કરવાની બાબત બેઝિક પગાર, પેન્શનમાં પ્રવર્તમાન ચાર ટકાના રેટ ઉપર રહેશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ હજુ પણ ર૧૦૦૦ રૂપિયાના લઘુત્તમ પગારમાં તેમના વધારાની રાહ જોઈ રહૃાા છે જે હાલમાં ૧૮૦૦૦ રૂપિયા છે. આ અંગે કેબિનેટે હજુ સુધી નિર્ણય કર્યો નથી. આ બે નિર્ણયોના પરિણામ સ્વરુપે તિજોરી ઉપર વધારે બોજ પડશે. સ્વીકારવારમાં આવેલી ફોર્મ્યુલાના આધાર પર આ વધારો અમલી કરાયો છે જે સાતમા પગારપંચની ભલામણ ઉપર આધારિત છે. ડીએ અને ડીઆર બંનેને ગણીને તિજોરી ઉપર અસર પ્રતિવાર્ષિક ૩૦૬૮.ર૬ કરોડ રૂપિયાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *