કેજરીવાલ જુલાઈમાં પ્રચારનું રણિંશગુ ફુંકશે ગુજરાતમાં ચૂંટણી લડવા ‘આપ સંપૂર્ણપણે તૈયાર

l2

આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડવા માટેની તૈયારીમાં છે. ગુજરાતમાં તેના નેટવર્કને ફેલાવી દેવાના પ્રયાસ આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહૃાા છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિન્દ કેજરીવાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે રણિંશગુ ફુંકવા માટે કમર કસી ચુક્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ કેજરીવાલ ગુજરાતની બે દિવસની જુલાઇમાં તેમની યાત્રા દરમિયાન પ્રચાર માટેનુ રણિંશગુ ફુંકે તેવી શક્યતા છે. કેજરીવાલ આઠ અને નવમી જુલાઇના દિવસે બે દિવસ ગુજરાતની યાત્રાએ આવી રહૃાા છે. ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો રહેલી છે. કેજરીવાલ તેમની બે દિવસની યાત્રા દરમિયાન સૌરાષ્ટ્ર સ્થિત સોમનાથ મંદિરમાં જઇને પૂજન કરે તેવી શક્યતા છે. બે દિવસની યાત્રા દરમિયાન કેજરીવાલ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરશે. તેમની સાથ યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના કન્વીનર કનુભાઇ કલસરિયા તેમની સાથે રહેશે.  ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં લઇને આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના ધારાસભ્ય ગુલાબિંસહને ગુજરાત મામલાના પ્રભારી તરીકે બનાવ્યા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા પહેલાથી જ તેના નેટવર્કને ફેલાવી દેવા માટેની તૈયારી હાથ ધરી છે. ગુજરાતમાં પાટીદાર સમુદાય માટે અનામતની માંગણીને લઇને પાટીદાર લીડરો દ્વારા આંદોલન છેડી દીધા  બાદ પાટીદાર સમુદાયના લોકો ગુજરાત ભાજપ સરકારથી ભારે નાખુશ છે. આવી સ્થિતીમાં આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ભાજપના ગઢમાં અતિક્રમણ કરવાની તક રહેલી છે. કેજરીવાલ પરિસ્થિતીનો લાભ લઇ શકે છે. આવી સ્થિતીમાં ભાજપના કાર્યકરો પણ ભારે મહેનત નીચલા સ્તર પર કરી રહૃાા છે. કેજરીવાલની ગુજરાત યાત્રા પર તમામ રાજકીય પક્ષોની નજર રહે તેમ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *