કુલભૂષણ જાધવ જાસૂસ હોવાનો દાવો સાબિત થતો નથી:ભારતની જીત જાધવને ફાંસી સામે આઇસીજે દ્વારા સ્ટે

kulbhusan-yadav22

ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (આઈસીજે)માં ભારતને પાકિસ્તાનની સામે મોટી જીત મળી ગઈ છે. આઈસીજે દ્વારા ભારતીય નાગરિક કુળભૂષણ જાધવને પાકિસ્તાનની લશ્કરી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી ફાંસીની સજા ઉપર અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે મુકી દીધો છે. જાધવની ફાંસીની સજા ઉપર સ્ટે મુકવામાં આવ્યા બાદ પાકિસ્તાનને પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. સાથે સાથે કોર્ટે જાધવને રાજકીય સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે પણ આદેશ કર્યો છે. આઈસીજે દ્વારા ભારતની તરફેણમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે. પાકિસ્તાને એવી સલાહ પણ આપી છે કે તેને જાધવ સુધી ભારતની રાજકીય ઓળખ અને સહાયતાની માંગ  સ્વીકારવી જોઈએ કારણ કે આ બાબત વિયેના સમજૂતિ હેઠળ આવે છે. આઈસીજેના અધ્યક્ષ રોમી અબ્રાહમ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. આઈસીજે દ્વારા પોતાના ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને દ્વારા વિયેના સમજૂતિ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જાધવ મામલામાં અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી જાધવની ફાંસીની સજાને રોકી દેવામાં આવે તે જરૂરી છે. કોઈપણ પ્રકારની દુરભાવના રાખીને જાધવ સામે કાર્યવાહી પાકિસ્તાન ન કરે તે ખૂબ જરૂરી છે. ભારતે વિયેના સમજૂતિ હેઠળ આઈસીજેમાં અપીલ કરી હતી. ભારતની વિયેના સમજૂતિ હેઠળ માંગને યોગ્ય ઠેરવવામાં આવી હતી. આ સમજૂતિ હેઠળ ભારતને પોતાના નાગરિક સુધી પહોંચવાનો અધિકાર છે. પાકિસ્તાન હજુ સુધી જાધવ માટે રાજકીય મદદ આપવાનો ઈનકાર કરી રહી હતી. પાકિસ્તાન ઉપર આજના ચુકાદા બાદ દબાણ વધી ગયું છે. પ્રાથમિક રીતે જાધવને જાસૂસ તરીકે દર્શાવવાની બાબત અમે નક્કી કરી શકીએ નહીં. આ મામલો નક્કી ન થાય ત્યાં સુધી ફાંસીની સજા રોકી શકાય છે. આઈસીજેને જાધવ મામલામાં દરેક બાબત સાંભળવાનો અધિકાર છે. જાધવને ભારતના જાસૂસ તરીકે દર્શાવવાની પાકિસ્તાનની બાબત પુરવાર થઈ રહી નથી. બીજી બાજુ ભારતની તરફેણમાં ચુકાદો આવતા ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. જાધવ માટે રાજકીય સહાયતાની માંગ કરી રહેલા ભારતે ૧૬ વખત આવી રજુઆત કરી છે પરંતુ પાકિસ્તાને ભારતની વાત સ્વીકારી નથી. નેધરલેન્ડના હેગમાં સ્થિત આઈસીજેમાં મામલાની સુનાવણી સોમવારના દિવસે કરવામાં આવી હતી. જેમાં ભારત અને પાકિસ્તાન તરફથી તર્કદાર દલીલો કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ભારતે પાકિસ્તાન પર વિયેના સમજૂતિનો ભંગ કરવાનો સીધો આક્ષેપ કર્યો હતો. સાથે સાથે આંતરરાષ્ટ્રીય કોર્ટ સમક્ષ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી જાધવની મૃત્યુદૃંડની સજા પર રોક મુકવાની માંગ કરવામાં આવી હતી. બીજી બાજુ પાકિસ્તાને પોતાની દલીલમાં કહ્યું હતું કે ભારતને કુલભૂષણ મામલામાં આઈસીજેમાં મુદ્દો લાવવાનો અધિકાર નથી કારણ કે વિયેના સમજૂતિ જાસૂસો, ત્રાસવાદીઓ અને જાસૂસી સાથે જોડાયેલા લોકો પર લાગુ થતી નથી. પાકિસ્તાન તરફથી ઉપસ્થિત રહેલા વકીલ ખવાર કુરેશીએ કહ્યું હતું કે ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનના એવા સંદેશનો જવાબ આપ્યો ન હતો જેમાં જાધવ સાથે સંબંધિત મામલાની તપાસ માટે સહકારની માંગ કરવામાં આવી હતી. બીજી બાજુ ભારત તરફથી હરિશ સાલ્વે દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સાલ્વેએ જાધવની ધરપકડ, તેની સામે ચાર્જશીટ દાખલ કરવા અને મામલાની સુનાવણી સાથે સંબંધિત તમામ કાર્યવાહીનો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર્ડ અને વિયેના સમજૂતિના ભંગ તરીકે ગણાવીને વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ઈચ્છિત આક્ષેપો કુલભૂષણની સામે મુકાયા છે. કુલભૂષણને પોતાના બચાવ કરવાની કાયદકાયી સહાયતા આપવામાં આવી નથી. સાલ્વેએ એમ પણ કહ્યું હતું કે ૧૬મી માર્ચ ર૦૧૬ના દિવસે જાધવનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન લાવીને જાસૂસ તરીકે રજુ કરાયા હતા. ત્યારબાદ સૈન્ય કસ્ટડીમાં એક અધિકારીની સામે કબુલાત કરાવવામાં આવી હતી. કોઈનો સંપર્ક કરવા જાધવને તક અપાઈ ન હતી. સુનાવણી એકતરફી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *