કુબેરનગરમાં ક્રિકેટનો સટ્ટો રમાડતાં ત્રણ પકડાયા

શહેરના કુબેરનગર વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ત્રણ યુવાનને ઝડપી પાડ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર શહેરના કુબેરનગર વિસ્તારના ‘ડી’ વોર્ડના મહાદેવના મંદિરની બાજુમાં રહતેા નિલેષભાઈ વાસુદેવભાઈ ગંગવાણી (ઉ.વ.૨૧)ને ત્યાં આઈપીએલની પંજાબ- હૈદરાબાદ વચચ્ચે ચાલતી મેચ દરમ્યાન સરદારનગર પોલીસે ક્રિકેટના સટ્ટા બાબતે દરોડો પાડ્યો હતો. પોલીસે નિલેષ સહિત ત્રણને ઝડપી ૩ મોબાઈલ ફોન, ટીવી, નોટબુક વિગેરે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *