કિમ જોંગ:ગેઈમ ચેન્જર કે ગેઈમ ઓવર?

North Korea 3

અમેરિકન જીયોલોજીકલ સર્વએ રવિવારે જયારે કોરીયન દ્વિકલ્પમાં ૬.૩ ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોંધ્યો તો તે સમયે તુર્તજ સ્ક્રીન પર ઝળકયુ ૪૧.૩૪૩ નોર્થ ૧૨૯.૩૬ ઈસ્ટ ભૂકંપનું ભુમી બિન્દુ જમીનથી ૪૪૦૦ ફૂટ નીચે અંદાજે ૧૦૦-૩૦૦ કિલોટોન ઉર્જા ઉત્પન્ન થઈ હતી. વિસ્ફોટ એ સ્થળે જ થયો હતો જયાં અગાઉ ઉતર કોરીયાએ અણુ પરિક્ષણ કર્યા હતા જોકે આ વિસ્ફોટ અણુ પ્રયોગ હતો કે અન્ય કોઈ તે પારખી શકયુ નહી, ચીનનાં અર્થકવેક એડમીનીસ્ટેટને પણ ૬.૩ ની તિવ્રતાનો ભૂકંપ નોંધ્યો જયારે રશીયાની વેધશાળાએ ૬.૪ ની તિવ્રતાનો ભૂકંપ નોંધ્યો થોડી જ સેક્ધડમાં એક સરખા પાંચ સંદેશ વહેતા થયા. ઉતર કોરીયાએ ફરી એક વખત અણુ પરિક્ષણ કર્યું છે પણ આ પરિક્ષણ અગાઉના તમામ પાંચ અણુ પરિક્ષણ કરતા વધુ શકિતશાળી હતું. થોડી જ મિનિટોમાં ઉતર કોરીયાથી સતાવાર સમાચાર સંસ્થાએ જાહેર કર્યું કે આ પરિક્ષણ અણુ નહીં હાઈડ્રોજન બોમ્બનું હતું અને તે સફળ થયુ છે.
આ જાહેરાતની થોડી સેક્ધડમાં જ અમેરીકા-રશીયા-ચીન-જાપાન અને દક્ષિણ કોરીયામાં ડિપ્લોમેટીક અને મિલિટ્રી ચેનલો વચ્ચે માહીતીની આપલે શરૂ થઈ ગઈ. અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક ચબરખી જેવા સંદેશામાં હાઈડ્રોજન પરિક્ષણ એજેને ટુ-સ્ટેજ થર્મોનુકલીયર ડીવાઈઝ કહેવાય છે. તે અંગે માહીતી અપાઈ.ઉતર કોરીયાએ અગાઉ જે પાંચમું અણુ પરિક્ષણ કર્યુ હતું તેના કરતા આ ૧૦ ગણો વધુ શકિતશાળી વિસ્ફોટ હતો એક નોવર્જીયન અર્થકવેક મોનેટરીંગ એજન્સીએ વધુ માહીતી આપતા કહ્યું કે આ ૧૨૦ કિલોટનનો વિસ્ફોટ હતો. જે બીજા વિશ્ર્વ યુદ્ધ સમયે અમેરિકાએ હીરોશીમા પર જે ૧૫ કિલો ટનનો “લીટલ બોય તથા નાગાસાકી પર ૨૦ કિલો ટનનો ‘ફેટમેન’ અણુ બોમ્બ વરસાવ્યો હતો તેના કરતા અનેક ગણો વધુ શકિતશાળી હતો.આ ખબરથી જ ઉતર કોરીયાના ઈમીડીએટ-પાડોશી જાપાન અને દક્ષિણ કોરીયામાં તો ભયનુ લખલખું પસાર થઈ ગયુ.સિઓલ ખાતેની નેશનલ યુનિ.નાં ન્યુકલીયર એન્જીનીયરીંગ પ્રોફેસર કુને પાસ સુહે નોંધ લીધી કે આ સ્તરની શકિત એ ફકત હાઈડ્રોજન બોમ્બથી જ પેદા થઈ શકે છે. તેઓએ ઉમેર્યું કે ઉતર કોરીયાએ ખરેખર ખુદને અણુ રાષ્ટ્ર બનાવી દીધુ છે. હવે જોવાનું એ છે કે તે ‘ગેમ ચેન્જર’ બને છે કે ‘ગેમ ઓવર’ સાબીત થાય છે.ઉતર કોરીયાએ અગાઉ જુલાઈ માસમાં જ બે આંતરખંડિય બેલેસ્ટીક મિસાઈલનું પરિક્ષણ ર્ક્યુ હતું જે અમેરિકાની ભૂમીને ટાર્ગેટ કરી શકે છે. જોકે ઉતર કોરિયાની આ સિદ્ધિ છતા નિષ્ણાંતો એ પ્રશ્ર્ન ઉઠાવે છે કે આ ટેસ્ટ મીસાઈલ જે પ્રમાણમાં હળવા પેલોડ (બોમ્બ) સાથેના હતા.વાસ્તવમાં આ મિસાઈલ વાસ્તવિક અણુ બોમ્બ (વોરહેડ) લઈને આટલુ અંતર કાપી શકે છે કે કેમ તે પ્રશ્ર્ન છે. ઉપરાંત લાંબી રેન્જના મિસાઈલ માટે પૃથ્વીના વાતાવરણની બહાર નિકળીને પછી ટાર્ગેટ પર ત્રાટકતા પૂર્વે તેને ફરી આ વાતાવરણમાં પ્રવેશવાનું હોય છે. આ રી-એન્ટ્રી સમયે તે વાતાવરણ સાથે ઘર્ષણ આવે તો તે ઉર્જા જે પ્રચંડ-લાખો કિલોટનની હોય છે તે સહન કરી શકે અને મિસાઈલ સફળ રી-એન્ટ્રી કરે તે ટેકનોલોજી ઉતર કોરીયા પાસે છે કે કેમ તે તેણે સાબીત કરવુ બાકી છે. પણ હવે જો ઉતર કોરીયાએ હાઈડ્રોજન બોમ્બનું સફળ પરિક્ષણ કર્યુ હોય તો તે વધુ ચિંતાની બાબત એ છે કે આ હાઈડ્રોજન બોમ્બ અતિ હળવા વોરહેડ (બોમ્બ) હોય છે અને તે અણુ બોમ્બ કરતા વધુ વિનાશ વેરે છે. આમ નોર્થ કોરીયા પાસે ખરેખર ટુ-સ્ટેજ થર્માનુંકલીયર ડીવાઈઝ છે કે કેમ તે હજુ પ્રશ્ર્ન જ છે. ઉતર કોરીયાએ વાસ્તવમાં ૨૦૧૬ માં દાવો કર્યો હતો કે તેણે હાઈડ્રોજન બોમ્બની એક નાની એડીશનનું પરિક્ષણ કર્યું હતું. પણ નિષ્ણાંતોએ તે સમયે એવો તર્ક લગાવ્યો હતો કે અણુ બોમ્બને થોડા “બુસ્ટ કરીને હાઈડ્રોજન ઈસોટોયેઝ કરીને તેની તિવ્રતા વધારાઈ છે પણ હવે ૨૦૧૭ નું આ પરિક્ષણ કહે છે કે ઉતર કોરીયા રીયલમાં હાઈડ્રોજન બોમ્બ બનાવવાની ક્ષમતા ધરાવે છે.
હાઈડ્રોજન અને અણુ બોમ્બમાં ઘણો ફર્ક છે. હાઈડ્રોજન બોમ્બ વધુ શકિતશાળી છે તે ટ્રુ-સ્ટેજ બોમ્બ છે અને તે વધુ ક્ષેત્રમાં ઘાતક બને છે.અણુ બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બ વચ્ચે તેના વિનાશનો જ ફર્ક છે.અણુ બોમ્બ વિસ્ફોટ સાથે જ તેમાં લોક કરાયેલી વિધ્વંશક શકિત છુટી પડે છે. તેની કિરણોત્સર્ગી અસર જે વિધ્વંશ કરે છે તેના સબ એટોમીક (અણુના પણ અણુ) ન્યુટ્રોન્સ મુકત રીતે ઉડે છે અને તે વધુ અણુમાં વિભાજીત થાય છે અને એક વિધ્વંશક વિસ્ફોટ પેદા કરે છે.જયારે હાઈડ્રોજન બોમ્બ કે થર્માનુકલીયર બોમ્બ એ સેક્ધડ સ્ટેજ રીએકશન આપે છે. આ બોમ્બ તેના પ્રથમ સ્ટેજમાં અતિ પ્રચંડ-ભારે દબાણ ધરાવતા અણુનું દબાણ બને છે અને હાઈડ્રોજનના નાના અણુ બોમ્બના વચ્ચે (મયીયિંમિશીળ િિંશજ્ઞિીંળ) જમા થાય છે. અને બાદમાં ન્યુટ્રોનના તરંગો જેવી સ્થિતિ બને છે જે ચેઈન રીએકશનની જેમ વિસ્ફોટ સર્જે છે જેની આસપાસ યુરેનીયમની લેયર હોય છે અને તેનાથી વધુ વિસ્ફોટ સર્જાય છે. આ પરિક્ષણ સફળ હોય તો તેને તે એક વોર હેડ (બોમ્બ) જયાં વિનાશ ઠાસી ઠાસીને ભર્યા હોય તેનું નિર્માણ કરી શકે છે. ઉતર કોરીયા પાસે અણુ બોમ્બ બનાવવા જે મર્યાદિત શુધ્ધ યુરેનિયમ છે તેનો આ બોમ્બથી શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય છે.
હવે ઉતર કોરીયા જે આ પરિક્ષણ કર્યું છે તેના જે વેવઝ સર્જાયા છે તેનો અભ્યાસ કરશે અને તેના આધારે આ હાઈડ્રોજન બોમ્બનું પરિક્ષણ છે કે કેમ તે નિશ્ર્ચિત કરશે. જોકે તે પરિક્ષણ કરતા સપ્તાહ લાગી શકે છે. આ પરિક્ષણના કલાકો પુર્વે ઉતર કોરીયાએ કેટલાંક ફોટોગ્રાફ રીલીઝ કર્યા હતા જેમાં કિમ-જોન-ઉનને આ હાઈડ્રોજન બોમ્બ પરિક્ષણની પ્રક્રિયાનું નિરિક્ષણ કરી રહ્યા હોવાનું દર્શાવાયું હતું.હવે આ પરિક્ષણથી સાઉથ કોરીયા જાપાન સૌથી વધુ ધ્રુજી ગયા છે અને ચીને પણ તેની કોરીયન સરહદ પર સંભવીત રેડીયો એકટીવને ચકાસવા ખાસ લેબ ઉભી કરી છે પણ સૌથી વધુ ચિંતીત અમેરીકી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે જેને આ ઉતર કોરીયા સાથે કેમ કામ લેવું તે વ્યુહ નિશ્ર્ચિત કરી શકતા નથી. ઉતર કોરીયાએ અત્યાર સુધી જે જે મિસાઈલ-અણુ પરિક્ષણ કર્યા છે તે તેની શકિતનો પરિચય તો આપે છે પણ તે કેટલી સફળ છે તે હજુ નિશ્ર્ચિત કરી શકાતું નથી. અગાઉ અમેરિકાએ ઈરાકમાં સદામ હુસેન કેમીકલ શસ્ત્રો રાવે છે અને તે અમેરીકી હિતો માટે જોખમી છે તેવા બહાના હેઠળ ઈરાક પર હુમલો કરી સદામને ફાંસીએ ચડાવી તો દીધા પણ ઈરાકમાં કેમીકલ શસ્ત્રો તો શું રસાયણની એક બોટલ પણ ન મળી અને સદામ વગરનું ઈરાક આજે આઈએસ સહીતનાં ત્રાસવાદી અને અમેરીકી વિરોધી કુર્દ સહીતનાં બળવાખોરોના કબજામાં છે. અમેરીકી નિષ્ણાંતો જોકે કોઈપણ જોખમ નહીં લેવાની ચેતવણી આપતાં કહે છે કે જો ઉતર કોરીયાને કંન્ટ્રોલ-સ્થિતિમાં હેન્ડલ નહીં કરાય તો તે અમેરિકા પર અણું-હાઈડ્રોજન બોમ્બ ઝીંકીને મોટી ખુવારી સર્જી શકે છે જુલાઈમાં ઉતર કોરીયા બે આંતર ખંડીય (ઈન્ટર કોન્ટીનેટલ) બેલેસ્ટીક મીસાઈલનું પરિક્ષણ કરી ચૂકયુ છે જે ૧૦,૦૦૦ કીમીની પ્રહાર ક્ષમતા ધરાવે છે અને અમેરીકાનાં અનેક ક્ષેત્રો તેના ટાર્ગેટ બની શકે છે હવે ચિંતા એ છે કે ઉતર કોરીયા આ લાંબા અંતરના મિસાઈલમાં હળવા નાના અણુ હેડથી તેને પૃથ્વીના વાતાવરણમાં રી-એન્ટ્રી માટે સલામત બનાવી શકે છે.
જો રવિવારના ટેસ્ટનો હાઈડ્રોજન બોમ્બ હોય તો તે વધુ સરળ અને વધુ ઘાતક હશે.
પણ પ્રશ્ર્ન એ છે કે આ પ્રકારનાં પરિક્ષણ કરીને તેનો ઈરાદો શું છે જો તે અમેરીકા-સાઉથ કોરીયા કે જાપાન પર હુમલો કરે તો એ નિશ્ર્ચિત છે કે અમેરિકા પછી ઉતર કોરીયાનું અસ્તિત્વ જ ભૂસી નાખશે. ઉતર કોરીયાનો આ અણુ કાર્યક્રમ પૂર્ણ રીતે સ્વદેશી છે. તેની મિસાઈલ ટેકનોલોજી પણ ઘર આંગણે વિકસાવાઈ છે. કિમ જોગ ઉનના દાદા કિમ સુંગે દેશમાં પ્રખર રાષ્ટ્રભાવના પેદા કરી હતી અને અમેરિકાના આક્રમક વલણ સામે અણુ પોગ્રામ તૈયાર કરાવ્યો હતો.
ઉતર કોરીયાની સૌથી નજીકનાં અંતરે અમેરીકાનું લશ્કરી થાણું ગુઆન છે. જે પેસીફીક સમુદ્રમાં ચીન-રશીયાનાં વર્ચસ્વ સામે અમેરીકા માટે જરૂરી છે. કિમ જોનનું દુનિયાને અને ખાસ કરીને અમેરિકાને બ્લેક-મેઈલ કરવા માગે છે? શું તેનો ઈરાદો અમેરિકાનાં બે મહત્વના સાથીદાર જાપાન અને દ.કોરીયાને અમેરિકાથી દુર જવા મજબુર કરવાનો છે. હવે અમેરીકા જે રીતે ઉતર કોરીયાના આ એક બાદ એક પરિક્ષણને જુએ છે તે જોતા જાપાન દક્ષિણ કોરીયાને પણ એ પ્રશ્ર્ન સર્જાયો છે કે જો ઉતર કોરીયા હુમલો કરશે તો ખરેખર અમેરિકા તેના બચાવમાં આવશે અમેરીકા માટે પહેલા ન્યુયોર્ક-શિકાગો બચાવવાનું મહત્વ હશે કે નહીં કે સિઓલ! એ બહુ સામાન્ય સમજ પ્રવર્તે છે કે ઉતર કોરીયાને ચાઈનાનો ટેકો છે.ઉતર કોરીયામાં કિમ જોનનાં તાપથી બચીને લંડન કે સિઓલ પહોંચેલા કેટલાંક રાજદ્વારીઓ ઉતર કોરીયામાં ખરેખર શું ચાલી રહ્યુ છે તેની માહીતી આપે છે. પણ તેનાથી કિમ જોગના મનમાં શું છે તે જાણી શકાતું નથી. અમેરિકાના ઈન્ટેલીજન્સ એજન્સી એ ઉતર કોરીયાની સીઆઈએ-ગણાતી જાસુસી એજન્સી આરજીબીનાં કોમ્પ્યુટર હેક કરીને ડેટા ચોરી લીધા પણ તેમાં ફકત ઓપરેશન ડેટા જ જાણવા મળ્યો ઉતર કોરીયાનો હેતુ શું છે તે જાણી શકાયુ નથી.
અમેરિકાનાં પૂર્વ પ્રમુખ બારાક ઓબામા સાથે કામ કરી ચુકેલા ક્રેમ્બ્રીજ એન્ડોવમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસનાં ન્યુકલીયર પોલીસી પોગ્રામનાં સ્કોલર તથા અમેરિકાની નેશનલ સિકયોરીટી કાઉન્સીલમાં આર્મ ક્ધટ્રોલ એન્ડ નોન પ્લોરીફીકેશનમાં પૂર્વ સિનિયર ડીરેકટર જોન વુલ્ફરથાન કહે છે કે જો કોઈ એમ કહેતુ હોય કે ઉતર કોરીયા ખરેખર શું ઈચ્છે છે તે તેને જાણ છે તો તે કાં તો ખોટુ બોલે છે અથવા તે ફકત અટકળો કરે છે આપણે એ પણ જાણતા નથી કે કિમ જોન બ્રેક ફાસ્ટ શું કરે છે તો પછી તેનો અંતિમ હેતુ શું છે તે કેમ જાણી શકીએ? તે એ દર્શાવવા માગે છે કે અમેરિકાનું કોઈપણ શહેર તેના નિશાન પર છે તો તેમાં હાલ તો સફળ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *