કાશ્મીર ખીણમાં શીત લહેરના કારણે શ્રીનગરમાં ૧૦ વર્ષ બાદ નવેમ્બરમાં માઈનસ ૩.૧ તાપમાન સાથે રેકોર્ડ ઠંડી

24-3

શ્રીનગરમાં રાતના સમયે તાપમાનમાં ઘટાડો ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ,લગભગ ૧૦ વર્ષ પછી નવેમ્બરમાં સૌથી ઠંડી રાતે નોંધવામાં આવી રહી છે. જમ્મુ અને લેહમાં પણ રાતના સમયે ઠંડી વધી રહી છે. બીજી બાજુ દિલ્હીમાં શુક્રવારની સવારે આ ઋતુમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું. ‘ગુરૂવારની રાતે શ્રીનગરમાં તાપમાન માઈનસ ૩.૧ ડિગ્રી પહોંચી ગયું. જે બુધવારની રાતથી પણ ૦.૮ ડિગ્રી ઓછું હતું. છેલ્લા ૧૦ વર્ષમાં આ નવે.માં રાતના સમયનું સૌથી નીચું તાપમાન છે. શહેરમાં ચેલ્લી પાંચ રાતોથી તાપમાન સતત ઘટી રહ્યું છે.’ શ્રીનગરમાં આ વર્ષે ૨૩ નવે. પહેલા ૨૮ નવે.૨૦૦૭ના રોજ રાતનું તાપમાન માઈનસ ૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે નવે.માં રાતના સમયે સૌથી ઓછું તાપમાન હતું.
હવામાન વિભાગે કહ્યું, છેલ્લા ૪ દિવસથી કાશ્મીર અને લદ્દાખમાં તાપમાન શૂન્યથી નીચે જ રહ્યું છે અને એવું શીત લહેરના કારણે થઈ રહ્યું છે. ઘાટીમાં ગુલમર્ગ સૌથી ઠંડો વિસ્તાર રહ્યો. ગઈ રાતે અહીંયા તાપમાન માઈનસ ૬ ડિગ્રી સુધી ઘટી ગયું. પહેલગામમાં રાતનું તાપમાન ૫.૪ ડિગ્રી નોંધવામાં આવ્યું.
લદ્દાખના લેહમાં ગઈ રાતે તાપમાન માઈનસ ૧૩.૨ ડિગ્રી નોંધવામાં આવ્યું. તો કારગિલમાં તાપમાન માઈનસ ૯ ડિગ્રી રહ્યું. હવામાન વિભાગે કહ્યું છે કે, હવામાન સુક્કું રહેશે, પરંતુ અંતરિયાળ વિસ્તારોમાં આગામી બે દિવસ હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.
દિલ્હીમાં શુક્રવારે આ ઋતુની સૌથી ઠંડી સવાર રેકોર્ડ કરવામા ંઆવી. અહીંયા સવારના સમયે તાપમાન ૭.૬ ડિગ્રી પહોંચી ગયું. હવામાન વિભાગે જણાવ્યું કે તે નવે.માં પડનારી સરેરાશ ઠંડી કરતા આશરે ૫ ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે દિલ્હીમાં આકાશ ચોખ્ખું રહેવાની આશા વ્યકત કરી છે. મહત્તમ તાપમાન લગભગ ૨૬ ડિગ્રી આસપાસ હોઈ શકે છે. ગુરૂવારે સવારનું તાપમાન ૯.૪ ડિગ્રી હતું અને મહત્તમ તાપમાન ૨૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *