કાશ્મીરમાં હવે કાર બોંબથી હુમલાનો ખતરો: ચેતવણી

13-8

કાશ્મીરમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓ વિસ્ફોટથી ભરેલી કાર કે ટ્રકથી મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.૧૫ જાન્યુઆરીએ કાશ્મીરમાં સુરક્ષા-એજન્સીઓએ ફિદાયીન હુમલા માટે અનેક એલર્ટ જાહેર કર્યાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં કાશ્મીરમાં બે અને જમ્મુમાં એક એમ કુલ ત્રણ મોટા ફિદાયી એટેક થઈ ચૂકયા છે, જેમાં ૬ જવાન શહીદ થયા છે. સામે પક્ષે દસ આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.જૈશ-એ-મોહમ્મદ આ અગાઉ ૨૦૦૧માં આવા જ ફિદાયીન હુમલા કરી ચૂકયું છે, જેમાં ત્રણ આતંકવાદીઓએ વિસ્ફોટથી ભરેલી તાતા સુમોનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણે આતંકવાદીઓ ઉપરાંત ૪૦ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ વરિષ્ઠ અધિકારીનું ઘર, વિધાનસભા, આર્મી કેમ્પ કે મોટી હંટેલ જેવા સ્થળે આવો મોટો હુમલો કરવા માટે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તય્યબા સાથે મળીને કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *