કાશ્મીરમાં ભયથી અલગાવ સર્જતા આતંકીઓ

art1

રાજપુતાના રાઈરૂલ્સના ૨૩ વર્ષીય લેફટનન્ટ ઉમર ફૈયાઝની દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હત્યા પર દેશમાં ઉપજેલા આક્રોશ દર્શાવે છે કે, ભારતમાં એ કાશ્મીરીઓને ખૂબ જ પ્રેમ મળે છે જે આજે પણ ભારતીયતાના ભાવથી ભરેલ હોય છે. કાશ્મીર ખીણમાં અત્યારે વાતાવરણ ખૂબ જ અશાંત, અસ્થિર અને અનિશ્ર્ચિત બની ગયું છે. ત્યાં અલગતાવાદીએાની પકડ મજબૂત થઈ રહી છે અને ભારત તરફે અવાજ નબળો પડી રહ્યો છે. જેઓ આ વાતોની પરવા કર્યા વિના પોતાની ભારતીય ઓળખ પર ગર્વ કરે છે. વિરોધીઓને પડકાર આપે છે જેની કિંમત તેમણે પોતાનો જાન આપીને પોતાની સૌથી મોટી કુરબાનીના રૂપમાં ચૂકવવી પડતી હોય છે. કુલગામના ગરીબ કિસાન પરિવારમાંથી આવેલ ફૈયાઝનું શિક્ષણ અનંતનાગમાં થયું. તે સાહસ અને દેશ સેવા માટે સેના સાથે જોડાવા પ્રેરિત થયા. આકરી પરીક્ષા પસાર કરીને તે રાષ્ટ્રીય રક્ષા એકેડેમી એટલે કે એનડીએ સુધી પહોંચ્યા. ત્યાં ઉમદા ખેલાડીની પર્યાપ્ત અર્જિત કરી અને આખરે રાજપૂતાના રાઈફલ્સમાં નિમણૂંક મેળવી.
તેમની નિમણૂંક ખૂબ જ બહાદુર મનાતી ૨ રાજપૂતાના રાઈફલ્સ બટાલિયનમાં થઈ. જેણે કારગિલ યુધ્ધ દરમિયાન, અસાધારણ પરાક્રમથી ટોલોલિંગ પહાડીને જીતી હતી. ડિસેમ્બર, ૨૦૧૬માં નિમણૂંક પછી ફૈયઝે પારિવારિક શાનમાં ભાગ લેવા પહેલીવાર રજાઓ લીધી હતી. દક્ષિણ કાશ્મીરમાં અવરજવર માટે આયોગ્ય સમય નથી અને સાવધાની વિના અવરજવર કરી શકાય તેમ નથી. કેટલાક દિવસ પહેલા જ આ વિસ્તારમાં આંતીકઓએ પાંચ પોલીસ કર્મીઓ અને બે બેન્ક સુરક્ષા કર્મીઓની હત્યા કરી હતી.
તે બધા સ્થાનિક કાશ્મીરીઓ જ હતા. મીટ બજાર ટાઉનશિપની પાસે પણ આતંકીઓએ બે સ્થાાનીય પોલીસ કર્મીઓ અને બે નાગરિકોની હત્યા કરી હતી. ભૂતકાળમાં પણ પોલીસ કર્મી આતંકીઓના નિશાન બનતા રહ્યા છે. ખાસ કરીને પરિવારની સાથે સમય વીતાવવા કે પૈતૃક સ્થાનો પર હાજરી દરમિયાન તેમના પર ચોરીછૂપીથી હુમલા કરાયા.
જે કે. ઓફ ડયુટી નિ:શસ્ત્ર પોલીસકર્મીઓને નિશાન બનાવવાની ક્રૂરતાવાળા મામલા સામાન્ય નહોતા. સેનામાં કાશ્મીર ખીણના સૈનિકોની સારી સંખ્યા છે. તેમાં તમામ પૂર્વ સૈનિકો પણ સામેલ છે, જેમાં અધિકાંશ જેએકે લાઈટ ઈન્ફન્ટી કે જે એન્ડ કે રાઈફલ્સના છે. વર્ષ ૨૦૦૩માં રોજગારીના અવસરો વધારવા માટે સેનાએ ભૂમિપુત્રોને અગ્રતા માટે ટેરિટોરિયલ સેનાઓ બનાવી, તેમાં જોડાયેલ કેટલાક સૈનિકોને તેમના ઘરોમાં જ નિશાન બનાવાયા અને આ વલણ જેટલી ઝડપથી વધ્યું તેટલી જ ઝડપથી તે શમી ગયું.
જમ્મુ-કાશ્મીર પોલીસને યોજનાબધ્ધ રીતે નિશાન બનાવવાની ઘટનાઓ બુરહાન વાનીના મોત પછી વર્ષ ૨૦૧૬ના અંતથી જોવા મળી. તેનો હેતુ પોલીસનું ખમીર તોડવાનું હતું, જેથી પોલીસકર્મી ખુદને સેનાના સક્ષમ સહયોગી બનતા અટકાવી શકાય. આ વલણ ૨૦૧૦ના વિરોધ પ્રદર્શનના આધારે અનુસરવામાં આવ્યું. છતાં નિશાન બનાવીને હત્યાઓ કરવામાં આવતી નહોતી. આ વર્ષે પોલીસ મહાનિદેશકને સલાહ આપવી પડી કે, પોલીસ કર્મીઓ પોતાને ગામ જવાનું નિવારે. જો કે, ગુપ્તચર અહેવાલ લશ્કરના કર્મીઓની વિરૂધ્ધ કોઈ સુનિયોજીત અભિયાનનો સંકેત આપતા નથી. જમ્મુ-કાશ્મીરમાં સીમા- પારથી પ્રાયોજિત છૂપા આંતરિક સંઘર્ષમાં કેટલાક અઘોાષિત નિયમો રહ્યા છે. એક તો ઓફડયુટીવાળા સ્થાનીય પોલીસ કર્મીઓ અને સૈનિકો પર હુમલા કરવાનું ટાળવું જોઈએ. દેશ માટે શસ્ત્રો ઉઠાવનાર આ લોકો પણ જાણતા હતા કે, સરકાર પોતાની પૂર્ણ સૈન્ય શકિતનો ઉપયોગ કરશે નહીં. તેથી તેમણે પણ એક મર્યાદામાં રહેવું પડશે. આથી પ્રશ્ર્ન એ છે કે, આતંકીઓનીરણનીતિમાં ફેરફાર આવી રહ્યો છે કે, કેમ? જો ફેરફાર થયો હોય તો શા માટે? આતંકનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને વ્યૂહરચનાની જૂની મર્યાદાઓ સરકી રહી છે- આમ ત્યારે બને જ્યારે બને જ્યારે સફળતા નિકટમાં જણાતી હોય કે સફળતાના માર્ગમાં કેટલાક અવરોધો પણ આવી ગયા હોય. આ અવરોધ એ રૂપમાં સર્જાયો કે તમામ યુવા કાશ્મીરીઓએ રાષ્ટ્રીય સ્તર પર અનેક ઉપલબ્ધિઓ મેળવી. ખેલોથી લઈને સાંસ્કૃતિક ગતિવિધિઓ, સિવિલ સેવા, આઈઆઈટી જેવા અનેક મંચો પર કાશ્મીરી યુવાઓએ અસામાન્ય સફળતા મેળવી છે. આવી સફળતાથી કાશ્મીરીઓ મુખ્ય ધારામાં આગળ વધશે.
ભારત હંમેશા આમ ઈચ્છે છે, જ્યારે અલગતાવાદીઓ આ પ્રક્રિયાને પાટા પરથી ઉતારી લેવા માગતા હોય છે. સેના, બીએએફ, સીઆરપીએફ અને પોલીસમાં ભરતી દરમિયાન કાશ્મીરી યુવાઓની ભીડ ઉમટવાથી અલગતાવાદીઓ અને તેમના આકાઓ મુંઝાયા છે.
એ નોંધનિય છે કે, બુરહાની વાનીના શહેર ત્રાલમાંથી જ હિઝબુલ મુજાહિદીનને તમામ આંતીકઓ મળ્યા છે, પરંતુ ત્રાલ શહેરે ભારતીય સેનાને તેનાથી વધુ સૈનિકો આપ્યા છે. આ સ્થિતિમાં કાશ્મીર સાથે સંબંધ ધરાવતા અનેક વિશ્ર્લેષકો માને છેકે મોટી સંખ્યામાં ખામોશ લોકો સેનામાં જોડાવાના અવસરોની રાહ જોઈ રહ્યા છે. અત્યારે તેમનામાં આ માટે બહાર આવવાનું સાહસ નથી. મુખ્ય ધારા સાથે જોડનાર અભિયાન, રાજેગારના અવસરો આપીને થોડા હૃદય પરિવર્તનથી તેમનામાં હિમ્મત ભરી શકાય તેમ છે.
પાકિસ્તાન અને તેના હિમાયતીઓને ચિંતા છે કે, સ્થાનીય સમાજમાંથી નવા નાયકોનો ઉભાર અઅને મુખ્ય ધારા વચ્ચે આ સંબંધ શકય છે અને તે તેની શૈતાની યોજના માટે નુકસાનદાયક છે. દક્ષિણ કાશ્મીરમાં પુરૂં ધ્યાન સીમા પારથી થતી ઘૂસણખોરી રોકવા પર લાગ્યું છે. તે વિસ્તાર ઉત્તર કાશ્મીરમાં આવે છે. આથી અનુભવી પોલીસ કર્મીઓને વહેલી તકે દક્ષિર કાશ્મીરમાં ગોઠવવાનું સૂચન અભ્યાસીઓ કરી રહ્યા છે. લેફ. ઉમર ફૈયાઝની શહાદતને અલગતાવાદીઓના કોફીનમાં છેલ્લો ખીલો માર્યાનું પણ સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *