કાશ્મીરમાં અંકુશ રેખા પાસે ગુએઝ ક્ષેત્રમાં ભૂસ્ખલન થતા પાંચ સૈનિકો થયા લાપત્તા

fp1

કાશ્મીરના બાઈદપોરા જિલ્લામાં ગુએઝ ક્ષેત્રમાં સરહદી ચોકી પર એક ભેખડ પડયા પછી પાંચ સૈનિકો લાપત્તા થયા છે. ફરી હિમવર્ષા થતા આ ક્ષેત્રમાં આ પ્રમાણે ભૂ-પ્રપાત થઈ રહ્યો છે.
ગુએઝ ક્ષેત્રમાં અંકૂશની રેખાની નિકટ બકતૂર ખાતેની લશ્કરી ચોકીને ભેખડ પડવાથી અસર થયાનું એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભેખડ પડ્યા પછી ઓછામાં ઓછાં ત્રણ સૈનિકો લાપત્તા થવાના અહેવાલો મળ્યા છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લાપત્તા સૈનિકોને શોધવા માટેના પ્રયાસો ચાલુ છે. પરંતુ એકધારી હિમવર્ષાથી શોધવાના અને બચાવના કાર્યમાં અવરોધ થઈ રહ્યો છે.ગુએઝ ક્ષેત્રમાં તુલાઈલમાં એક ભેખડ પડવાથી, સોમવારથી લશ્કરના એક મજૂર લાપત્તા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *