કાર્તિ લંડનમાં: ટૂંક સમયમાં પરત આવશે:ચિદમ્બરમ

432418-431863-karti-chidambaram

સીબીઆઈની તપાસ જેની સામે ચાલી રહી છે તે કાર્તિ ચિદમ્બરમ ગુરૂવારે લંડન જતાં રહેતા અનેક તર્ક વિતર્ક ઉઠ્યા છે. જો કે, તેના પિતા પી. ચિદમ્બરમે દાવો કર્યો છે કે, થોડા સમયમાં પાછો આવી જવાનો છે.
કાર્તિ સામે ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના કેસમાં સીબીઆઈ તપાસ ચાલી રહી છે અને તાજેતરમાં તેમના નિવાસસ્થાનો અને ઓફિસો પર આ સંદર્ભે દરોડા પણ પાડવામાં આવ્યા હતાં.
ચિદમ્બરમે કહ્યું કે, કાર્તિ અગાઉથી આયોજિત પ્રવાસ માટે લંડન ગયો છે અને તે થોડા સમયમાં પાછો આવી જશે. તેની ઉપર કોઈ ટ્રાવેલ, બાન નથી એમ પણ તેમણે કહ્યું હતું.
મંગળવારે સીબીઆઈએ ચાર શહેરમાં કાર્તિની મિલકતોની સર્ચ કાર્યવાહી કરી હતી. ઈન્દ્રાણી અને પીટર મુખરજીની કંપની આઈએનએકસ મીડિયા પાસેથી તેણે લાંચ લીધી હોવાનો આરોપ છે. કાર્તિએ જો કે, આ તમામ આરોપો નકારી કાઢેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *