કારનું ટાયર લઇને ડોક્ટર પાસે પહોંચી મહિલા, અંદર આમ ફસાયું હતું જાનવર

catb

સામાન્ય રીતે જોઇએ તો લોકો ડોક્ટરની પાસે પોતાની બિમારીનો ઇલાજ કરાવવા જતા હોય છે. પણ કોનેક્ટિક્ટના મિડિલ ટાઉનમાં રહેલા પેપર મેમોરિયલ વેટરનરી સેંટરમાં અચાનક એક પરિવાર કારનું ટાયર લઇને પહોંચી ગયો. પહેલાં તો ત્યાંના કર્મચારીઓ કંઇ સમજી શક્યા નહીં. જ્યારે તેઓએ ટાયરને ધ્યાનથી જોયું તો તેમાં એક જાનવર ફસાયેલું હતું. ટાયરની વચ્ચે ફસાઇ હતી ગરદન… અહીં રહેનારી એક ફેમિલિની ૪ મહિનાની બિલાડી કુકી એક દિવસ ગેરેજમાં રમતાં મોટી મુશ્કેલીમાં ફસાઇ ગઇ હતી. તેણે પોતાની ગરદનને ટાયરની વચ્ચે ફસાવી લીધી હતી. તેણે તેમાંથી બહાર નીકળવાની ઘણી કોશિશ કરી પણ તે નીકળી શકી નહીં. તેને દર્દ થવા લાગ્યું. કુકીના પરિવારે તેને આઝાદ કરાવવા માટેની કોશિશ કરી પણ કામયાબ થઇ શક્યા નહીં. અંતે તે કુકીને ટાયર સાથે જ ડોક્ટર્સની પાસે લઇ ગયા. વેટરનીટી સેંટરે ફેસબુક પર કર્યું શેર હતું. અહીં લાવ્યા બાદ કેટલાક એક્સપર્ટની મદદથી કુકીની ગરદન ટાયરની બહાર નીકળી. તેને ઇમરજન્સી રૂમમાં રાખવામાં આવી. જ્યાં તેને આઝાદ કરવામાં આવી. તેમાંથી નીકળ્યા બાદ થોડો સમય તેને હોસ્પિટલમાં જ રાખવામાં આવી. જ્યારે તે નોર્મલ થઇ ત્યારે તેને ઘરે પાછી મોકલી દેવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *