કારગીલમાં એટલી ઠંડી પડી કે ATMને પણ ઓઢાડવો પડ્યો ધાબળો

atmb

ઉત્તરમાં હિમાલયના પહાડી વિસ્તારોમાં મનમૂકીને બરફવર્ષા થઈ રહી છે. કારગીલનો પારો -૧૬ ડીગ્રી સુધી પહોંચી ગયો છે. આવામાં ઠંડીમાં ATM ઠપ્પ ન થઈ જાય અને તેને ગરમાવો મળે તો તે કામ કરતુ રહે તે માટે ATM ને પણ ધાબળો ઓઢાડવો પડી રહ્યો છે. આવી ભારે બરફવર્ષાને કારણે લોકોની દિનચર્યા પર પણ અસર પડી છે. છેલ્લા કેટલાંય દિવસથી આ વિસ્તારમાં બરફ વર્ષા થઈ રહી છે.

હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી અને ઉત્તરાખંડના કેદારનાથમાં ૨ ફૂટ અને બદરીનાથમાં ૧ ફૂટ જેટલી બરફવર્ષા થઈ છે. આટલી ઠંડી પડવાથી અને ઠંડો પવન ફૂંકાવાને કારણે અહીં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ભારે બરફ વર્ષાને પગલે રસ્તા પર બરફના જાડા થર જામી ગયા છે. સ્થાનિક રહેવાસીઓને બરફ વર્ષાને કારણે તકલીફ પડી રહી છે પરંતુ અહીં આવનારા પર્યટકો ખાસ્સા ખુશ છે. આ વિસ્તારોમાં મોટી સંખ્યાએ પ્રવાસીઓ જાય તેવી આશા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *