કાંકરેજ તાલુકામાં જમીન ધોવાણ અને પાક નિષ્ફળતાના નાણાં ચૂકવવા બાબતે ખેડૂતોમાં અસંતોષ

પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકામાં થયેલ અતિવૃષ્ટિ અને પૂર પ્રકોપથી કરોડો રૂપિયાનું નુકશાન વેઠનાર કાંકરેજના ખેડૂતોને સરકાર દ્વારા અન્યાય કર્યો હોવાના આક્ષેપો સાથે તા.૯-૧૦-ર૦૧૭ના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને રાજકીય આગેવાનો તેમજ ખેડૂતોના મતભેદને લઈ વ્હાલા-દવલાની નીતિરૂપે ગરીબ ખેડૂતોને ૧૦ ટકા અને ર૦ ટકા જેટલું પાક નિષ્ફળમાં ચુકવણું કરતાં કાંકરેજના ખેડૂતો રોષે ભરાયા હતા અને નાયબ મામલતદાર ત્રિવેદી તથા તાલુકા વિકાસ અધિકારી એ.એમ. પટેલને આવેદન પત્રો આપી ન્યાય માટે માંગણી કરી હતી.

જેને લઈ ટીડીઓ તથા મામલતદારે ખેડૂતોની માંગ સરકાર સુધી પહોંચાડવા ખાત્રી આપી હતી. જોકે ખેડૂતોએ એક ચિમકી ઉચ્ચારી હતી. કે જો ૧૧ તારીખ સુધી ખેડૂતોને ૧૦૦ ટકા નુકશાનનું વળતર ચૂકવાય તો ૧ર તારીખે પીએમના કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતુ.

આમ કાંકરેજ તાલુકામાં થયેલ અતિવૃષ્ટિમાં થયેલ ખેડૂતોને ઘોર અન્યાય સામે સરકાર સામે બાંયો ચડાવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે ત્યારે એવું એ કહ્યું કે તંત્રના અધિકારીઓ દ્વારા વ્હાલા-દવલાની નીતિ અપનાવી ગરીબ ખેડૂતોને અન્યાય કર્યો તેમને ન્યાય ક્યારે મળશે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *