કલમ ૩૭૭ની સમીક્ષા કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર

supreme-court_of_India

સજાતિય અધિકારોના પક્ષમાં ઉભેલા લોકો માટે સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટે રાહત આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ પર પોતાના ચુકાદા પર ફરીથી વિચારણા કરવા માટેની તૈયારી દર્શાવી છે. અત્રે નોંધનીય છે કે, દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ફેરવીને સુપ્રીમ કોર્ટે ર૦૧૩માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટે સજાતિય લોકોના શારીરિક સંબંધોને ગેરકાયદે ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંકે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે, બંધારણીય પીઠ આઈપીસીની કલમ ૩૭૭ હેઠળ સજાતિય સંબંધોને અપરાધ તરીકે ગણવા અંગેના ચુકાદા પર ફેરવિચારણા કરશે. સુપ્રીમ કોર્ટે પાંચ એલજીબીટી સમુદાયના લોકો તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરતી વેળા કેન્દ્ર સરકારને પણ આ મુદ્દે જવાબ આપવા માટે કહ્યું છે. અરજી કરનાર લોકોનું કહેવું છે કે, પોતાની સજાતિય ઓળખના કારણે તેમને ભયના માહોલમાં રહેવાની ફરજ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *