કરીશ્મા કપુર સાથ ૧૩ વર્ષ લગ્ન સંબંધ હતા સંજય અને પ્રિયા સચદેવ લગ્ન કરવા માટે તૈયાર

sunjay-kapoor-priya

કરિશ્મા કપુરની સાથે ૧૩ વર્ષ સુધી રહૃાાબાદ સંજય કપુર હવે તેનાથી અલગ થયાને એક વર્ષ સુધીનો સમય ગાળી ચુક્યો છે. તે હવે પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવની સાથે લગ્ન કરવા માટે જઇ રહૃાો છે. તે લગ્ન કરીને લાઇફને આગળ વધારી દેવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ બન્નેની સાથે નજીકથી જોડાયેલા સુત્રોએ કહૃાુ છે કે સંજય અને પ્રિયંકા એપ્રિલમાં ન્યુયોર્કમાં જઇને લગ્ન કરી શકે છે. લગ્ન કરતી વેળા માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની જ હાજરી રહેશે. બન્ને ન્યુયોર્ક જવા માટેની તૈયારી કરી ચુક્યા છે. સુત્રોના કહેવા મુજબ સંજય અને તેમના પરિવારના સભ્યો આ લગ્નને લઇને કોઇ પણ પ્રકારની વાત કરવા માટે તૈયાર નથી. તેમના કહેવા મુજબ કરિશ્મા કપુર સાથે સંજય કપુરના સંબંધને લઇને ભારે તકલીફ થઇ હતી. તેમના માટે તલાકની આ લડાઇ ખુબ મુશ્કેલભરેલી રહી હતી. સંજય કપુર અને કરિશ્મા કપુર ગયા વર્ષે જુનમાં મુંબઇની ફેમિલી કોર્ટમાં એકબીજાથી છુટાછેડા લઇ ચુક્યા છે. પ્રિયાના પણ આ બીજા લગ્ન છે. તે પહેલા તે હોટેલ માલિક વિક્રમ ચટવાલની પત્નિ તરીકે હતી. તેમની વચ્ચેના સંબંધ હાલમાં ઘણા સારા હતા. સંજય કપુરની સાથે તે ખુશ પણ દેખાઇ રહી છે. બીજી બાજુ સંજય કપુર હવે વધારે વિવાદમાં રહૃાા વગર લાઇફમાં સ્થિર થવા માટેની યોજના ધરાવે છે. સંજય કપુરની સાથે કરિશ્મા કપુરના ૧૩ વર્ષ સુધી લગ્ન સંબંધ ચાલ્યા હતા. જો કે ત્યારબાદ બન્ને પાર્ટીએ એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સંજય અને પ્રિયા સચદેવ દ્વારા હજુ સુધી કોઇ વધારે માહિતી આપવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *